Home> Gujarat
Advertisement
Prev
Next

પડોશીને ઘરની વાત કરતા ચેતજો! પરિવાર બહાર ગયો તો, પડોશી મહિલા ચોરી ગઈ દાગીના

સુરતમાં પાડોશમાં રેહતી મહિલાએ પાડોશીના ઘરમાં હાથફેરો કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આરોપી મહિલાએ પુત્રની સ્કૂલ ફી ભરવા ગીરવે મૂકેલા દાગીના છોડાવવા સોના દાગીનાની ચોરી હતી.ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પડોશીને ઘરની વાત કરતા ચેતજો! પરિવાર બહાર ગયો તો, પડોશી મહિલા ચોરી ગઈ દાગીના

 

fallbacks

 

 

સુરતના વરાછા વિવેકાનંદ સોસાયટી ખોડીયાર એપાર્ટમેન્ટમાં કાંતીભાઈ પરષોતમભાઈ નાઈ પરિવાર સાથે રહે છે.ગઈ તારીખ ૨૩/૦૨/૨૦૨૪ થી તારીખ ૨૭/૦૨/૨૦૨૪ સુધી તેઓ અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.જેથી તેમનું ઘર બંધ હતું. આ દરમ્યાન તેમના ઘરમાંથી ચોરી થઇ હતી.પરિવાર પ્રસંગ પૂર્ણ કરી ઘરે પહોચ્યો ત્યારે ઘરમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત દેખાતા ચોરી થઇ હોવાની શંકા ગઈ હતી જેથી તેમને ઘરમાં તપાસ કરી હતી ત્યારે ઘરમાં પલંગમાં મુકેલા સોના - ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું

ફરિયાદી કાંતીભાઈ પરષોતમભાઈ નાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરુ કરી હતી.ત્યારે તપાસ દરમ્યાન પાડોશમાં રેહતી મહિલા પ્રીતીબેન શેલેશભાઈ વાવડીયા પર શંકા જતા તેને વરાછા પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી ત્યારે તે ભાંગી પડી હતી અને પોતે જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે જેથી તેની ફી ભરવા પોતાના સોનાના દાગીના ગીરવી મુક્યા હતા જે દાગીના છોડાવવા માટે નાણાની જરૂરીયાત હતી જેથી તેને ચોરીનો  પ્લાન બનાવ્યો હતો

ફરિયાદીની પત્નીએ આરોપી મહિલાને ચોરીની ઘટના પહેલા જણાવ્યું હતું કે અમે લગ્ન પ્રસંગમાં વતન જવાના છે જેથી આરોપી મહિલાએ ચોરીનો પ્લાન ગડી કાઢ્યો હતો આરોપી મહિલાએ પહેલા ફરિયાદીની પત્નીને જણાવ્યું કે મારા ઘરનું લોક ખરાબ થઇ ગયું છે મને તમારું લોક આપો મારે બહાર જવું છે જેથી ફરિયાદીની પત્નીએ લોક આપ્યો હતો જેની ચાવી મહિલાએ લઇ જઈ ડુપ્લીકેટ ચાવી બનાવડાવી લીધી હતી અને જ્યારે પરિવાર લગ્ન પ્રસંગે ગયો ત્યારે ઘરમાં પ્રવેશી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી લીધી હતી...આરોપી મહિલાએ રોકડ અને સોનાના દાગીના મળી ૭૬ હજારથી વધુના મુદામાલની ચોરી કરી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદના આધારે આરોપી મહિલાને મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More