તેજશ મોદી, સુરતઃ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની જવાબદારી પોલીસની છે. જોકે અનેક વખત પોલીસના ખોફ વચ્ચે પણ ગુનેગારો પોતાની તાકત બતાવવાનું ચૂકતા નથી સુરતમાં અનેક વખત ગુનેગારો ઘાતક હથિયારો સાથે ના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી સીધી પોલીસ ને challenge ફેકતા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસથી હાર્દિક પટેલનો મોહભંગ, ભાજપ સાથે ઈલુઈલુ! કેમ થઈ રહી છે હાથનો સાથ છોડી કમળ પકડવાની ઉતાવળ?
સુરત: સ્થાનિકોમાં ડરનો માહોલ ઉભો કરવા અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો લઈ બનાવ્યો વીડિયો#Surat #Gujarat #ZEE24Kalak pic.twitter.com/prtcXKnuvB
— Zee 24 Kalak (@Zee24Kalak) May 17, 2022
આ વીડિયોમાં કેટલાક યુવાનો ઘાતક હથિયારો સાથે એક ઘરમાં બેઠા હોય એવું જોવા મળી રહ્યું છે. તલવાર જેવા ઘાતક હથિયારો બતાવી આ અસામાજિક તત્વો સ્થાનિક લોકોમાં પોતાનો ડર બેસાડવા માગતા હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં આ રીતે હથિયાર બતાવવાની ઘટના પહેલી વખત નથી અગાઉ પણ આવા વિડીયો વાયરલ થઇ ચુક્યા છે. આ વીડિયોમાં દેખાતા શકશો વરાછા વિસ્તારના માથાભારે તત્વો હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કશું પણ બોલવા તૈયાર નથી.
આ પણ વાંચોઃ દાઉદના સાગરિત અને 1993 મુંબઈ બ્લાસ્ટના 4 આરોપી ને ગુજરાત ATSએ અમદાવાદથી ઝડપી લીધાં
ત્યારે જોવાનું એ છે કે સ્થાનિક પોલીસ આવા તત્વો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે. કહીને પણ મહત્વનું છે કે સુરત જે ગૃહ રાજ્ય મંત્રી નું hometown છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ જરૂરથી ચિંતા કરનારી છે ત્યારે હવે જોવાનું એ છે કે સુરત શહેર પોલીસ કમિશનર આ પ્રકારની ઘટનાઓ સામે શું એક્શન લે છે.
આ પણ વાંચોઃ બાપરે...અચાનક ધ્રુજારી આવી અને ટપોટપ ખેતરમાં જ ઢળી પડ્યાં ઘેટાં-બકરાં, પાટણમાં પશુઓના મોતથી ફફડાટ
આ પણ વાંચોઃ Andrew Symonds ની બિપાશા અને સન્ની લિયોન સાથે પણ હતી ખાસ દોસ્તી! ફોટા થયા વાયરલ
આ પણ વાંચોઃ Taarak Mehta Ka Ooltah Chashmah ના જેઠાલાલના અતરંગી શર્ટની શું આ વાત તમને ખબર છે?
આ પણ વાંચોઃ 'પુષ્પા'ની 'શ્રીવલ્લી' કમર લચકાવા જીમમાં શું કરે છે? જુઓ વારયલ થયો વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે