Surat Fire Updates: સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની છે અને આ ઘટનામાં બે મહિલાના મોત થયા,,,સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલના ત્રીજા માળે રાત્રે આગની ઘટના બની. પહેલાં જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આ આગ સ્પા સુધી પહોંચતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આગના સમયે સ્પામાં રહેલી બે યુવતી અને વોચમેન ભાગી ગયા.
જ્યારે મૂળ સિક્કિમની બે યુવતીઓ આગથી બચવા બાથરૂમમાં પુરાઈ ગઈ. પરંતુ વિકરાળ આગના ધૂમાડામાં ગૂંગળાઈ જવાથી બંને યુવતીના મોત નિપજ્યા છે. આગના બનાવમાં હકીકત સામે આવી છે કે સ્પા એન્ડ સલૂનને એક વર્ષ પહેલાં જ ફાયર સેફટી ને લઈ નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ફાયર સેફ્ટીને લઈ તપાસ કરવા માટે સ્પાના માલિક અલમાનની અટકાયત કરાઈ છે.
એટલું જ નહીં જે સનસિટી જીમ હતું તેમાં ફાયરના નિયમોનું પાલન કરાયું હતુ. આખા જીમને કાચથી પેક કરાયું હતુ. કાચના સ્ટ્રક્ચરમાં વેન્ટિલેશન માટે 30 ટકા જગ્યા રાખવી જરૂરી છે. પરંતુ જીમ માલિકે આ જગ્યા ન રાખીને જીમના આખા બિલ્ડિંગને પેક કરી દીધુ હતુ. જો આ જગ્યા રાખી હોત તો કદાચ નિર્દોષ બે યુવતીઓના જીવ બચી શક્યા હોત.
મોલ અને જીમમાં નહોતું ઇમર્જન્સી એક્ઝિટ-
મોલમાં બેદરકારી આ માટે પણ સ્પષ્ટ રીતે જણાય છે. કારણ કે, એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ જગ્યા છે. ઇમર્જન્સી એક્ઝિટ માટે કોઈ વિકલ્પ લોકો પાસે નથી. મેઇન ગેટથી જ એન્ટ્રી અને એક્ઝિટ કરી શકાય છે. જ્યારે જીમની વાત કરવામાં આવે તો જીમથી સ્પામાં જવા માટેનો રસ્તો છે. જીમની અંદર બનાવવામાં આવેલા દાદરથી જ સ્પા તરફ જઈ શકાય છે.
અંદરથી લોક કરી દીધો હતો બાથરૂમનો દરવાજો-
આગ લાગી ત્યારે સ્ટાફના 5 લોકો હાજર હતા, જેમાં ચાર મહિલા અને એક વોચમેન હતો. ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને વોચમેન બહારની તરફ ભાગ્યા હતા. જ્યારે બે સ્ટાફની મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમનો દરવાજો લોક કરી દીધો હતો. જેથી, કરીને સ્મોક ન આવે પરંતુ, વધુ પડતા હિટને કારણે સ્મોક ફેલાયો હતો. ગૂંગળામણના કારણે બંને સ્પા મહિલા કર્મચારીઓનું મોત થઈ ગયું છે. શરીર ઉપર દાઝ્યાના કોઈ નિશાન નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે