Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં 'શિવ' ના નામે ડાન્સ શીખવતો હતો શેરૂ પઠાણ! આવી રીતે થયો ખુલાસો

Gujarat News: શેરૂ પઠાણ નામનો વિધર્મી યુવાન હિન્દુ છોકરીઓને જ આવા મેસેજ કરતો હતો. આ વાત બજરંગ દળ સુધી પહોંચતા તેમણે આ યુવાનને પાઠ ભણાવ્યો. આ યુવાન ઈન્સ્ટાગ્રામની મદદથી ધોરણ 7 અને ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ બનાવતો હતો. જ્યારે તેને મોબાઈલ તપાસવામાં આવ્યો ત્યારે તેણે કરેલા અનેક આવા મેસેજ મળી આવ્યા.

વડોદરામાં 'શિવ' ના નામે ડાન્સ શીખવતો હતો શેરૂ પઠાણ! આવી રીતે થયો ખુલાસો

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડાન્સ સ્કૂલમાં શિવના નામે છોકરીઓને ડાન્સ શીખવતો યુવાન શેરૂ પઠાણ હોવાનો ખુલાસો થયો. એટલું જ નહીં આ યુવાન તો તેની પાસે ડાન્સ શીખતી વિદ્યાર્થિનીઓને અણછાજતા મેસેજ પણ કરતો હતો. એક વિદ્યાર્થિનીને તો તેણે ડુ યુ લાઈક મી? એટલે કે શું તું મને પસંદ કરે છે એવો પણ મેસેજ કર્યો હચો. આવી જ રીતે અન્ય વિદ્યાર્થિનીઓને શેરૂ પઠાણે હેરાન કરતા તેનો ભાંડો ફૂટી ગયો અને તેની અસલિયતસામે આવી ગઈ.

fallbacks

શેરૂ પઠાણ નામનો વિધર્મી યુવાન હિન્દુ છોકરીઓને જ આવા મેસેજ કરતો હતો. આ વાત બજરંગ દળ સુધી પહોંચતા તેમણે આ યુવાનને પાઠ ભણાવ્યો. આ યુવાન ઈન્સ્ટાગ્રામની મદદથી ધોરણ 7 અને ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ બનાવતો હતો. જ્યારે તેને મોબાઈલ તપાસવામાં આવ્યો ત્યારે તેણે કરેલા અનેક આવા મેસેજ મળી આવ્યા. બજરંગ દળે યુવાનને પાઠ ભણાવી તેની અસલિયત સામે લાવતો અને તે માફી માંગતો હોય તેવો વીડિયો વાયરલ કર્યો.

નામ બદલીને છોકરીઓને ફસાવવાની આ ઘટના વિશે વડોદરામાં અનેક ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને નાની ઉંમરની છોકરીઓને આવા તત્વો નિશાન બનાવતા હોવાથી તેમનાથી સાવધાન રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. આ પહેલા વડોદરામાં લવ જેહાદની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે આવા લોકોની જાળમાંથી બચવા માટે સતર્ક રહેવું જોઈએ તેવી ચર્ચા થઈ રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More