ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત બોર્ડ ધોરણ 10 SSC 2023 ના પરિણામો આવી ચૂક્યા છે, ત્યારે ગુજરાતના ઓનલાઇન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલ દ્વારા ઈતિહાસ રચીને રાજ્ય અને જિલ્લા સ્તરે સૌથી વધુ ટોપર્સ આપ્યા છે. વર્ષ 2023માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં ફરી એકવાર વિદ્યાકુલએ 96.7% રિઝલ્ટ આપીને ઇતિહાસ રચી દીધો છે.
CM ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો પટારો, ગુજરાતના વિકાસ માટે આ કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
બોર્ડની પરીક્ષામાં મહત્તમ ટોપર્સ આપવા માટે વિદ્યાકુલ એપ્લીકેશન ફરી એકવાર બેસ્ટ પ્લેટફોર્મ સાબિત થયું છે. આ વર્ષે વિદ્યાકુલ એપ્લિકેશનમાં 1,80,000+ આસપાસ બાળકોએ વિના મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જેમાથી 65% જેટલી વિદ્યાર્થીનીઓ અને 35% જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે.
ટૂંક સમયમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ તમામ ટોપર્સને સન્માનિત કરીશું. આ વર્ષે યુથ વિદ્યાકુલ Youtube ચેનલ દ્વારા 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ વિશ્વાસ દર્શાવી વિનામૂલ્ય દરરોજ શિક્ષણ મેળવે છે. વિદ્યાકુલના CEO તરુણ સૈની તથા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ભાવિનભાઈ દુધાત અને રજનીશભાઈ ખેની તથા શિક્ષકમિત્રો તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે