Gujarat On High Alert અલકેશ રાવ/બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઈમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે તે માટે ગુજરાતમાં એક અભિયાન શરૂ થયું છે.
પાલનપુરના રૂપપુરા ગામના લોકોએ અનોખી દેશ ભક્તિ બતાવી
ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે જેને લઈને કોઈપણ સમયે દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુરના નાનકડા રૂપપુરા ગામે અનોખી પહેલ કરીને ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેને લઈને ગામની આ દેશભક્તિ જોઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને એક નિવૃત જવાન પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા. જ્યાં ન ફક્ત ગામના યુવાનો અને વડીલો જ રક્તદાન કરી રહ્યા હતા પણ ગામની મહિલાઓએ પણ દેશના જવાનો માટે રક્તદાન કર્યું. તો નિવૃત આર્મી જવાને પણ પોતાનું બ્લડ આપીને નિવૃત થયાના 8 વર્ષ બાદ પણ દેશભક્તિ બતાવી હતી. તો ગામના એક પતિ-પત્નીએ પણ હોંશભેર બ્લેડકેમ્પમાં પહોંચીને રક્તદાન કર્યું હતું.
રક્તદાન કેમ્પથી 100 બ્લડ બોટલ એકઠી કરાઈ
આ બ્લેડકેમ્પને લઈને ગામલોકોએ કહ્યું હતું કે દેશના જવાનો આપણા માટે દેશની સરહદો ઉપર દુશ્મન સામે ઊભા છે તેવા સમયે આપણી પણ ફરજ બને છે કે તેમના માટે આપણે રક્તદાન કરીને બ્લડ પહોંચડીયે અને તેમને મદદરૂપ થઈએ, જેથી અમે આજે 100થી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો છે.
પાકિસ્તાનના હુમલામાં ભુજ એરબેઝને થયું નુકસાન, ભારતીય સેનાએ આપી માહિતી
નિવૃત્ત જવાને પણ પોતાની ફરજ બજાવી
ગામના આગેવાન મેઘરાજ પટેલે કહ્યુ કે, દેશના જવાનો આપણા માટે એમનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે તો આપણી ફરજ બને કે આપણે તેમના માટે રક્તદાન કરીયે. તો ગામના નિવૃત્ત જવાન લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નિવૃત્ત થયાના 8 વર્ષ બાદ મેં પણ આજે રક્તદાન કરીને મારી ફરજ બજાવી છે.
જેતપુરમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો
યુદ્ધની પરિસ્થિતિમાં કટોકટી સમયે લોહીની જરૂરિયાત જો કદાચ ઉભી થાય તો તેને પૂરી કરી શકાય તે માટે જેતપુરની સરકારી હોસ્પિટલ અને હેલ્થ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્ય માટે જેતપુરથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ રક્ત એકત્રિત કરાયું હતું. જેતપુરના હેલ્થ ઓફિસર ડો.સાપરિયાએ જણાવ્યું કે, હજી પણ નાગરિકોએ બ્લડ ડોનેટ કરવા આગળ આવવું જરૂરી છે.
પાટણમાં 500 રક્તદાતાઓની યાદી તૈયાર કરાઈ
પાટણ જિલ્લો બોર્ડર વિસ્તારમાં આવતો હોઈ યુદ્ધ સમયે કટોકટી દરમિયાન હોસ્પિટલમાં લવાતા દર્દીઓ અને 1000 દર્દીઓના સગા ઓને રહેવા જમવાની દાતાઓના સહયોગથી વ્યવસ્થા પૂરી પાડવા તૈયારી દર્શાવી. યુધ્ધ સમયે 250 લાખની ગ્રાન્ટમાંથી જે મદદ જોઈએ તે પાટણ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી આપવા તૈયારી દર્શાવી. આ વિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિ જોતા રક્તદાન કેમ્પ યોજવા 500 થી વધુ રક્તદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી.
કચ્છમાં સાયરન વગાડીને નાગરિકોને કરાયા એલર્ટ, ડ્રોન હુમલા બાદ કલેક્ટરે કરી આ અપીલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે