Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પાટીદારો કંઈક મોટું કરવાના! મેગા મીટિંગમાં દિનેશ બાંભણિયાએ કર્યો ગર્ભિત ઈશારો

Patidar Samaj Mega Meeting : જુનાગઢમાં પાટીદાર સમાજની મળી બેઠક. લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી, દીકરીની વય મર્યાદા વધારવી તેમજ ઓનલાઈન ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધના મુદ્દા અંગે કરવામાં આવી ચર્ચા

ગુજરાતના પાટીદારો કંઈક મોટું કરવાના! મેગા મીટિંગમાં દિનેશ બાંભણિયાએ કર્યો ગર્ભિત ઈશારો

Junagadh News : ગાંધીનગરમાં પાટીદારોએ ચિંતન શિબિર યોજ્યા બાદ જૂનાગઢમાં પાટીદાર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પાટીદાર નેતા દિનેશ બાંભણિયા, મનોજ પનારા, પૂર્વીન પટેલ, રેશમા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટીદાર સમાજને હાલમાં નડતા પ્રશ્નો અંગે માહિતગાર કરાયા હતા. 

fallbacks

મહત્વની બાબત એ છે કે, આ બેઠકમાં ભાજપના કોઈ નેતા જોવા મળ્યા ન હતા. તો શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર નેતા રેશમા પટેલે પણ સમાજના લોકોને સંબોધન કર્યું હતું. 

દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, અમારા હાલ ત્રણ મુદ્દા છે. જેમા લગ્ન નોંધણીમા માતાપિતાની સહી, દીકરીની વય મર્યાદા વધારવી, તેમજ ઓનલાઇન ગેમિં પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ છે. સાથે જ ઝવેરી કમિશનને  આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 % અનામતની જોગવાઈ કરવામાં આવે.  

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે અતિભારે વરસાદ ત્રાટકશે, હવામાન વિભાગની મોટી ચેતવણી

સાથે તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ સરકારે 12 મેના રોજ લગ્ન માટે માતાપિતાની હાજરીનો કાયદો બનાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ વર્ષ 2022 માં આશ્વાસન આપ્યું હતું, પણ તેની અમલવારી થઈ નથી. એટલે અમે આ બાબતે માંગ કરી છે અને આ બાબતે કાયદો બનવો જોઈએ. 25 ઓગસ્ટ સુધીમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી અમારી માંગ છે. 

તો ગોંડલમાં ચાલી રહેલા રાજકારણ મુદ્દે દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ગોંડલમાં કોઈ એક વ્યક્તિની દાદાગીરીનો અમે વિરોધ કરીએ છીએ. લોકો ભયમુક્ત રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. 

25 ઓગસ્ટ સુધીમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો ગામડે ગામડે અમે આ વાત પહોચાડીશું અને લોકોનું સમર્થન સરકારને બતાવીશું. આમ જણાવી તેમણે આંદોલનનો ગર્ભિત ઈશારો પણ કર્યો હતો.

ગાંધીનગરના કાવાદાવા : મુખ્યમંત્રીને પોતાની ચેમ્બરમાં જોઈ ગભરાયા IAS અધિકારી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More