Home> Gujarat
Advertisement
Prev
Next

લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ

લુખ્ખાગીરી કરતા અસામાજિક તત્ત્વો આજે હાથ જોડીને માંફી માંગતા નજરે પડ્યાં. ઝી24કલાકે આ ખબર સૌથી પહેલાં પહોંચાડી દર્શકો સુધી...24 કલાકમાં જ થઈ ગયો હિસાબ ચૂકતે...

લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
  • ચાણક્યપુરીના શિવમ આર્કેડમાં તોડફોડનો મામલો
  • સોલા પોલીસે પાંચ આરોપીઓની કરી હતી ધરપકડ
  • આજે કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી
  • ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીઓ સાથે શિવમ આર્કેડ પહોંચી
  • આરોપીઓ પાસે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું
  • આરોપીઓ પાસે બે હાથ જોડી માફી મંગાવી
  • શિવમ આર્કેડનાં સ્થાનિકો સહિત બહાર પણ લોકોની ભીડ જામી
  • કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
  • ગુંડાઓની હવા કાઢી નાંખશે પોલીસ

ઉદય રંજન, અમદાવાદઃ ચાણક્યપુરીના શિવમ આર્કેડમાં તોડફોડ મામલે પોલીસે કરી જબરદસ્ત કાર્યવાહી. લુખ્ખાગીરી કરતા અસામાજિક તત્ત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 24 કલાકની અંદર જ ભણાવ્યો કાયદાનો પાઠ. ગુજરાત પોલીસે આરોપીઓને ચખાડ્યો મેથી પાક. પબ્લિકના ટોળે ટોળા આરોપીઓને જોવા ઉમટ્યાં. અમદાવાદના ચાણક્યપુરીમાં પોલીસે આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન. લુખ્ખાગીરી કરતા અસામાજિક તત્ત્વો આજે હાથ જોડીને માંફી માંગતા નજરે પડ્યાં. ઝી24કલાકે આ ખબર સૌથી પહેલાં પહોંચાડી દર્શકો સુધી...

fallbacks

 

 

અમદાવાદ શહેરમાં કાયદો અને સ્થિતિને લઈને હંમેશાથી સવાલ ઉઠતા આવ્યા છે.. ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ બેફામ બનેલા આવારા તત્વો પર કાર્યવાહી તો કરે છે પરંતુ, ટપોરીઓ આ શહેરને પોતાની જાગીર સમજીને અરાજકતા ફેલાવે છે.. આ પ્રકારની જ ઘટના શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં સામે આવી જ્યાં દારૂના નશામાં બેફામ બનેલા શખ્સોએ હાહાકાર મચાવ્યો.. એટલું જ નહીં આ ઘટનાથી અમદાવાદ પોલીસની આબરું પણ ધૂળધાણી થઈ ગઈ...જાણો વિગતવાર આ અહેવાલમાં...

 

 

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે.. ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં ગઈકાલે મોડીરાતે સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ટપોરીઓ હથિયારો સાથે ઘૂસી ગયા અને આતંક મચાવ્યો હતો.. તેમજ પથ્થરમારો કરતા લોકો ભયમાં મુકાઈ ગયા હતા.. આ સમગ્ર બનાવના સીસીટીવી અને વીડિયો પણ સામે આવ્યા છે.. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે રીતસર સોસાયટીના રહીશો ફફડી રહ્યા હતા..
 

 

સૌથી અગત્યની વાત એ છેકે, આ ઘટનાથી પોલીસ પર પણ ગંભીર સવાલ ઉઠ્યા છે.. શિવમ આર્કેડના રહીશોએ આરોપ લગાવ્યો છેકે, જ્યારે તોફાનીઓ હુમલો કરી રહ્યા હતા ત્યારે પોલીસને ફોન કરવામાં આવ્યો.. પોલીસને ફોન કર્યાના 35 મિનિટ બાદ પોલીસ સોસાયટી ખાતે પહોંચી જોકે, અહીંથી પોલીસ સ્ટેશન માત્ર દોઢ કિલોમીટરના જ અંતરે છે.. 

હકીકતમાં સોસાયટીમાં બી 205 ફ્લેટમાં કંઈક અજુગતું લાગતા સોસાયટીના લોકોને શંકા ગઈ હતી.. જેથી ચેરમેને તેની પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાયા હતા.. ઉશ્કેરાઇને ટોળું ભેગું કરી સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હતો.. જ્યારે ફ્લેટની તપાસ કરવામાં આવી ત્યારે ફ્લેટમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.. 
આ બનાવમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે..

શિવમ આર્કેડમાં અરાજકતા ફેલાવનાર મોટા ભાગના આરોપીઓ બુટલેગરના પુત્રો છે..
આ શખ્સોએ દારૂની હેરાફેરી માટે ફ્લેટ ભાડે રાખ્યો હતો..
દારૂની હેરાફેરીમાં મકાન માલિકની પણ સંડોવણી ખૂલી છે.. 

આ પહેલીવાર નથી જ્યારે પોલીસે પર આવી રીતે ગંભીર આરોપ લાગ્યા હોય.. શિવમ આર્કેડના સ્થાનિકો દ્વારા એ પણ આરોપ લગાવવામાં આવ્યો કે, પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લઈને અહીં દારૂની હેરાફેરી કરવાની પરવાનગી આપતી હતી.. સ્થાનિક દ્વારા આક્ષેપ કરતા આ મામલો છેક ગાંધીનગર સુધી પહોંચી ગયો હતો.. અને રાજ્ય સરકારે આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.. 

શિવમ આર્કેડ સોસાયટીમાં તોડફોડ અને ગુંડાગીરી મામલે પોલીસે કુલ ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધીને 5 આરોપીઓની ધરપકડ કરી છે.. જેમાં રવિ ઠાકોર, અક્ષય ઠાકોર, અર્જુન ઠાકોર અને એક સગીર આરોપીની પણ ધરપકડ કરી છે.. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક તત્વોની લુખ્ખાગીરીથી વિપક્ષને વધુ એક હથિયાર મળી ગયું છે.. પરંતુ, તોફાનીઓની આ કરતૂતથી રાજ્ય સરકારની અને ખાસ કરીને અમદાવાદ પોલીસની છબી જરૂરથી ખરડાય છે.. એવામાં ગૃહ રાજ્યમંત્રીએ કોઈપણ કચાસ રાખ્યા વગર સમગ્ર કેસની તપાસ કરવાની પોલીસને સૂચના આપી છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More