Gujarat Police Surgical Strike : આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોટી સંખ્યામાં ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 980 થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા છે. તો સુરતથી 134 બાંગ્લાદેશી પકડાયા છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે, આવા લોકોને આશરો આપનારાના પણ ખરાબ હાલ થશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત સી.પી.ઓફિસથી આજે સવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ બેઠક યોજી હતી. રાજ્યના આઈજી, પોલીસ કમિશનર, અધિકારીઓ સાથે ગૃહ મંત્રીની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં બાંગ્લાદેશી પરની કાર્યવાહી મામલે બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ હર્ષ સંઘવીએ મીડિયા સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. બંગાળથી ગેરકાયદે ફેક ડોક્યુમેન્ટના આધારે આ બાંગ્લાદેશીઓ અહીં આવ્યા હતા. કેટલાક લોકો ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ તથા અલ કાયદાના સ્લીપર સેલ સાથે જોડાયેલા છે. જો સામેથી ચાલી પોલીસ સ્ટેશન જાઓ નહિ તો ગુજરાત પોલીસ તમામ લોકો પર નાતો ભૂતો ન ભવિષ્યતી જેવા પગલાં લેવા તૈયાર છે. આજે સાંજ સુધી તમામ લોકોને પાકિસ્તાન મોકલવાનું શરૂ છે. અમદાવાદ અને સુરત પોલીસને અભિનંદન આપું છું. ખૂણા ખૂણામાં શોધીને બાંગ્લાદેશીઓને બહાર કાઢ્યા છે. આવનારા બે દિવસમાં તમામ લોકો સરેન્ડર કરે. નહિ તો પોલીસ ડિપોર્ટ માટેની કામગીરીમાં જોડાશે.
હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે, ઘૂસણખોરોને આશરો આપનારના હાલ પણ ખૂબ જ ખરાબ થશે. બંગાળના ફેક ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ જગ્યાએ તપાસ કરાશે. અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશી ઝડપી પાડ્યા છે. બંગાળના સૌથી વધુ ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા છે. બંગાળથી કઈ રીતે ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા એ પણ અમે મુકીશું.
પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી વચ્ચે બાંગ્લાદેશીઓ પર તવાઈ....
ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ બોલાવી છે. અમદાવાદ, સુરતમાં પોલીસની કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની ધરતી પર રહેતા બાંગ્લાદેશીઓને પણ શોધાઈ રહ્યાં છે. ગુજરાતમાં રહેતા કુલ 1 હજાર બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે. અમદાવાદમાં 980, સુરતમાં 134 બાંગ્લાદેશીઓ પકડાયા છે.
અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશીઓ પર ક્રાઈમબ્રાંચની સ્ટ્રાઈક
એક જ દિવસમાં અમદાવાદમાછી 980 બાંગ્લાદેશીઓને શોધી કઢાયા છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું. ઈસનપુરના ચંડોળા તળાવ નજીકથી મોટી સંખ્યામાં રહેતા બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. નકલી દસ્તાવેજના આધારે આ તમામ લોકો અમદાવાદમાં રહેતા હતા. હવે તપાસ કર્યા બાદ તમામને ડિપોર્ટ કરવાની કામગીરી કરાશે. ક્રાઈમબ્રાંચે ફૂટબોલ ગ્રાઉન્ડથી બાંગ્લાદેશીઓનું સરઘસ કાઢ્યું હતું. અગાઉ પણ ત્રણ મહિનામાં પોલીસે 127 લોકોની પકડ્યા હતા. આમ, બાંગ્લાદેશીઓને શોધી શોધીને હાંકી કાઢવા પોલીસ એક્શનમાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે