Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking : ગુજરાત પોલીસનું Twitter એકાઉન્ટ થયુ હેક

ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આવપી છે. તેમણે ટ્વીટમાં કહ્યુ કે, ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સૂચના છે. સાથે જ ID પર કોઈ માહિતીઓ ન જણાવવા સૂચન કર્યુ છે. 

Breaking : ગુજરાત પોલીસનું Twitter એકાઉન્ટ થયુ હેક

બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આવપી છે. તેમણે ટ્વીટમાં કહ્યુ કે, ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સૂચના છે. સાથે જ ID પર કોઈ માહિતીઓ ન જણાવવા સૂચન કર્યુ છે. 

fallbacks

હેકર દ્વારા ગુજરાત પોલીસ હેન્ડલનુ નામ બદલી દેવામાં આવ્યુ હતું. ગુજરાત પોલીસનુ નામ બદલીને એલન મસ્કનુ નામ કરાયુ હતું. તેમજ પ્રોફાઈલ ફોટો પણ અંતરિક્ષ યાનની મૂકવામાં આવી હતી. જે અંગે માહિતી આપીને હર્ષ સંઘવીએ લોકોને ચેતવ્યા હતા. 

જોકે, આ માટે તાત્કાલિક પગલા લેવાયા હતા. ટેકનિકલ ટીમને હેક થયેલુ એકાઉન્ટ રિપેર કરવા કામે લગાઈ હતી. બે કલાકની જહેમત બાદ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ ફરીથી કાર્યરત થયુ હતુ. જે અંગે ગૃહ રાજયમંત્રીએ જાણકારી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More