Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસ કોને ટિકિટ આપશે? યુથ કોંગ્રેસના પ્રમુખે કહી મોટી વાત

ગુજરાત કોંગ્રેસ (gujarat congress) પ્રદેશ પ્રભારી રઘુ શર્મા તેમજ યુથ કોંગ્રેસ (youth congress) અધ્યક્ષ શ્રીનિવાસ આજે ગુજરાતની મુલાકાતે છે. દિલ્હીથી આવેલા આ નેતાઓ યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. જેમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસે (Srinivas BV) આગામી ચૂંટણીમાં કોને ટિકિટ મળશે તે વાત પર પ્રકાશ પાડ્યો હતો. 

કોંગ્રેસ કોને ટિકિટ આપશે? યુથ કોંગ્રેસના પ્રમુખે કહી મોટી વાત

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસ (gujarat congress) પ્રદેશ પ્રભારી રઘુ શર્મા તેમજ યુથ કોંગ્રેસ (youth congress) અધ્યક્ષ શ્રીનિવાસ આજે ગુજરાતની મુલાકાતે છે. દિલ્હીથી આવેલા આ નેતાઓ યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. જેમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસે (Srinivas BV) આગામી ચૂંટણીમાં કોને ટિકિટ મળશે તે વાત પર પ્રકાશ પાડ્યો હતો. 

fallbacks

આજે ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષે પદગ્રહણ કર્યુ હતું. જેમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન યુથ કોંગ્રેસ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે ઓલ ઇન્ડીયા યુથ કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે, જે યુથ કોંગ્રસનો કાર્યકર વિધાનસભાની ચુંટણી જીતવાનું પોટેન્શિયલ ધરાવતો હશે તેના માટે ટિકિટની માંગ થશે. જે યુવક ટીકીટ માંગે છે તેને ટાસ્ક આપવામાં આવશે. ટાસ્ક પુરો કરનાર કાર્યકરના પોટેન્શિયલના આધારે ટિકિટ નક્કી થશે.

આ પણ વાંચો : સંસ્કારી નગરીનું માથુ શરમથી ઝૂક્યું, યુવકે બસમાં ખેંચીને સગીરાની લાજ લૂંટી

તેમણે કહ્યું કે, ગુજરાતમાં યુથ કોગ્રેસ જિલ્લા તાલુકા અને બુથ સ્તર સુધી સંગઠન ઉભુ કરશે. યુથ કોંગ્રેસે પાછલી ચુંટણીમાં અથાગ મહેનત કરી હતી. આગળના કાર્યક્રમની આજે ચર્ચા થશે. ગુજરાતનો યુવક એન્જિનિયરીંગ કરી, એમબીએ કરી બીજા રાજ્યોમાં ચોકીદારની નોકરી કરે છે. ગુજરાતમા 12 હજાર કરતાં વધારે યુવાનો ડિપ્રેશનનો ભોગ બન્યા છે. બેરોજગારીના કારણે ડીપ્રેશનનો ભોગ બન્યા છે. 45 વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં બેરોજગારી અને મોંઘવારીએ માઝા મુકી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More