Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત કોંગ્રેસમાં ભૂકંપ, સંગઠન નબળુ પડ્યાનું કારણ ઘરીને ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયા છે. નારાજગીના દોર વચ્ચે હવે રાજીનામા પડી રહ્યાં છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ (surat congress) ના ઉપપ્રમુખે હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે પદ પરથી રાજીનામુ આપ્યું છે. તારાચંદ કાસટે (Tarachand Kasat) લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હિન્દીમાં લખેલુ રાજીનામું સોંપ્યું છે. 

સુરત કોંગ્રેસમાં ભૂકંપ, સંગઠન નબળુ પડ્યાનું કારણ ઘરીને ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ

ચેતન પટેલ/સુરત :ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયા છે. નારાજગીના દોર વચ્ચે હવે રાજીનામા પડી રહ્યાં છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ (surat congress) ના ઉપપ્રમુખે હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે પદ પરથી રાજીનામુ આપ્યું છે. તારાચંદ કાસટે (Tarachand Kasat) લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હિન્દીમાં લખેલુ રાજીનામું સોંપ્યું છે. 

fallbacks

નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફળ ગયાનો આરોપ
તારાચંદ કાસટે પોતાના રાજીનામા પત્રમાં કોંગ્રેસમાં અનુશાસનની કમી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાની ફરિયાદ પણ કરી છે. તેમણે કોંગ્રેસનું સંગઠન (gujarat congress) નબળું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફળ ગયાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, લોકોમાં કોંગ્રેસ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ ઓછો થયો છે. આમ, અનેક કારણો રજૂ કરીને તેમણે પક્ષે પોતાનું રાજીનામુ ધર્યુ છે. 

fallbacks

ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી તેડુ 
ગુજરાત કોંગ્રેસમાં એક તરફ નવા પ્રમુખ અને વિપક્ષના પ્રમુખની દાવેદારી માટે દિલ્હી (Delhi) માં મનોમંથન ચાલી રહ્યું છે. પક્ષમાં હાર્દિક પટેલને મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા છે. આવામાં ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓને પણ દિલ્હીનું તેડુ આવ્યું છે. અમિત ચાવડા, પરેશ ધાનાની, ભરત સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, નરેશ રાવલ, હાર્દિક પટેલ, ગ્યાસુદ્દીન શેખ, જીગ્નેશ મેવાણી સહિત 15 જેટલા આગેવાનોને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાબતે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More