ગાંધીનગરઃ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 13 સપ્ટેમ્બર સુધી સરદાર સરોવર(Sardar Sarovar)માં હાલમાં 3,19,996.28 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ જળસંગ્રહ શક્તિના 95.78 ટકા છે. રાજ્યના 204 જળાશયો(Dam)માં હાલ પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. જેમાં રાજ્યના 68 જળાશય 70 થી 100 ટકા સુધી ભરાયા છે. 17 જળાશય 50 ટકાથી 70 ટકાની વચ્ચે ભરાયા છે, જ્યારે 12 જળાશય 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.
શુક્રવારે સવાર સુધીમાં રાજ્યના 26 જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વ્યારા, માંડવી(સુરત), પલસાણા, ચોર્યાસી, વઘઇ, નવસારી, વાલોદ, આહવા, સુરત શહેર, વાંસદા, સુબીર, વંથલી, ઝાલોદ, બારડોલી અને રાણાવાવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવાશે
રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની આવક-જાવક
રાજ્યના 204 જળાશયોમાં હાલ પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 54.33 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 96.67 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 87.36 ટકા, કચ્છના 20 જળાશયમાં 76.03 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયમાં 82.78 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે