Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Monsoon: સાર્વત્રિક વરસાદથી ખેડૂતો આનંદિત થઈ ગયા, ખરીફ પાકના વાવેતરની તૈયારી શરૂ કરી

Gujarat Monsoon Update: ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: ધરતીપુત્રોએ આનંદ સાથે કરી ખરીફ પાકના વાવેતરની તૈયારી. વાવણી લાયક વરસાદ વરસતા રાજ્યના ખેડૂતોને હર્ષની લાગણી સાથે શુભકામનાઓ પાઠવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ. 

Gujarat Monsoon: સાર્વત્રિક વરસાદથી ખેડૂતો આનંદિત થઈ ગયા, ખરીફ પાકના વાવેતરની તૈયારી શરૂ કરી

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચોમાસાના આગમન સાથે જ રાજ્યભરમાં વાવણી લાયક વરસાદ વરસતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને ગુજરાતના ધરતીપુત્રોને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

fallbacks

ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં સર્વત્ર વરસાદ થતા ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, અડદ, મગ, સોયાબીન અને તલ જેવા ખરીફ પાકોના વાવેતરની તૈયારીઓ કરી લીધી છે.

કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસેલા શ્રીકાર વરસાદના પરિણામે પાણીની આવક થતા રાજ્યના ડેમો અને જળાશયો પોતાની છલક સપાટીએ છે. જેથી વર્ષ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાલાયક પાણી મળી રહેશે, તે બાબતે પણ કૃષિ મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો છે.

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં રેડ એલર્ટ, ક્યાં ઓરેન્જ એલર્ટ

જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટતા જળબંબાકાર, તમારા વિસ્તારની શું છે પરિસ્થિતિ ખાસ જાણો

Photos: ગુજરાતીઓ...શનિ-રવિ આબુ જવાનું વિચારતા હોવ તો પહેલા આ તસવીરો જોઈ લો, નહીં તો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More