Home> Gujarat
Advertisement
Prev
Next

ઇડર-ધાનેરામાં આભ ફાટ્યું! અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો ગુજરાતના કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat Monsoon 2025: રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર: 33 જિલ્લાના 199 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ જામકંડોરણા, ઇડર અને ધાનેરા તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. 

ઇડર-ધાનેરામાં આભ ફાટ્યું! અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો ગુજરાતના કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat Monsoon 2025: રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન તમામ 33 જિલ્લાઓના 199 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં 4-4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 

fallbacks

મુંબઈથી ચોંકાવનારા સમાચાર; ગુજરાતી ટીવી અભિનેત્રીના 14 વર્ષના પુત્રએ ટૂંકાવ્યું જીવન

વધુમાં, ગત 24 કલાકમાં કચ્છના મુંદ્રા અને ગાંધીધામ, જામનગરના લાલપુર, રાજકોટના જેતપુર, સુરેન્દ્રનગરના વઢવાણ અને ચુડા તેમજ બનાસકાંઠાના વડગામ અને દાંતીવાડા તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 21 તાલુકામાં બે ઇંચથી વધુ, 32 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 133 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

આ તારીખો લખી લેજો! હવે ઉ. ગુજરાતના આ વિસ્તારોમાં આવી શકે છે પૂર, અપાયું ભારે એલર્ટ
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 4 જુલાઇ, 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 39 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે, સવારે 6 થી 10 કલાક સુધીમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

અમદાવાદમાં પ્રાચીન ખજાનાની ચોરી! સરખેજના રોજાના ગુંબજ પરથી ગાયબ થયું કળશ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More