Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરથી છૂટ્યો મોટો આદેશ, ધારાસભ્યો ગુજરાત ન છોડે

Rajya Sabha Election : ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને 26 જુલાઈ સુધી ગુજરાતમાં જ રહેવાનુ ફરમાન જાહેર રક્યુ છે. તેથી 26 જુલાઈ સુધી ધારાસભ્યો ગુજરાત બહાર નહિ જઈ શકે

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરથી છૂટ્યો મોટો આદેશ, ધારાસભ્યો ગુજરાત ન છોડે

Gujarat BJP : વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ ગુજરાત ભાજપ સક્રિય બન્યું છે. તેથી તમામ ધારાસભ્યોએ મત વિસ્તાર છોડી બહાર ન જવા સૂચના આપી દેવાઈ છે. મત વિસ્તાર છોડતા પહેલા મંજૂરી લેવી અનિવાર્ય તેવુ પણ જણાવાયું છે. આમ, રાજ્યસભાની ચૂંટણી સુધી બહાર ન જવા આદેશ ગાંધીનગરથી છૂટી ગયો છે. 

fallbacks

26 જુલાઈ સુધી ધારાસભ્યો માટે સૂચના 
ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સભ્યોની ટર્મ પૂરી થઈ રહી છે. જેને લઈને ભાજપ એક્ટિવ થયું છે. આ વચ્ચે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરને તો રિપીટ કરી શકાય છે. પરંતુ અન્ય બે ઉમેદવારોની શોધખોળ ચાલી રહી છે. આ માટે અનેક નામો ચર્ચાઈ રહ્યાં છે. આ વચ્ચે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને 26 જુલાઈ સુધી ગુજરાતમાં જ રહેવાનુ ફરમાન જાહેર રક્યુ છે. તેથી 26 જુલાઈ સુધી ધારાસભ્યો ગુજરાત બહાર નહિ જઈ શકે. 

જુલાઇની આ તારીખોએ કંઇક મોટું થશે, અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલની આગાહી

પાટીલ દિલ્હી જશે
રાજ્યસભાની ટિકિટને લઈને અનેક રાજકીય અટકળો શરૂ થઈ છે. જેમાં કેટલાક સિનિયર નેતાના નામોની પણ ચર્ચા થઈ રહી છે. તો સાથે જ નવો ચહેરો પણ લાવવામાં આવી શકે છે. આ માટે કમલમમાં ભાજપના નેતાઓની 10 જુલાઈએ બેઠક મળવાની છે. જેમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચા થશે. તો સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બંને 7 જુલાઈએ દિલ્હી જવાના છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે આ અંગે ચર્ચા થશે. 

અમદાવાદીઓની ચોઈસ બદલાઈ : અર્ફોડેબલ નહિ, હવે કરોડોના ઘર જોઈએ, આ એરિયાની છે બોલબાલા

આ વચ્ચે પાટીલના દિલ્હી જવા વિશે પણ અનેક અટકળો ચાલી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગુજરાતમાં જ રહેશે કે દિલ્હીમાં જશે તે વિશે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. કારણ કે, ભાજપે પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખની જાહેરાત વચ્ચે ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખ જાહેર કરી દીધા છે. પરંતુ ગુજરાતની જાહેરાત બાકી રાખી છે. આવામાં પાટીલ યથાવત રહેશે કે દિલ્હી જશે તે હજી દિલ્હીએ કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ પાટીલને નવી જવાબદારી અપાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઉપરાંત પાર્ટીની કેટલીક એક્ટિવિટી સસ્પેન્સ જગાવી રહી છે. 

તુર્કીમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, ભણવા માટે ગયા હતા

રાજ્યસભામાં જ્ઞાતિનું ગણિત 
વિદેશમંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બંને બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે.. વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓના બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવી શકે છે. બે બેઠક પર ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે. 

રાજ્યસભામાં ભાજપ મોટો દાવ ખેલશે : ગુજરાતમાંથી આ નેતાને મળી શકે છે દિલ્હીમાં એન્ટ્રી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More