Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા, આરોગ્ય કર્મચારી અને વ્યાયામ શિક્ષકો બાદ હવે રત્ન કલાકારોએ બાંયો ચઢાવી

Ratna Kalakar Demand : ગાંધીનગરના દરવાજા સુધી હવે ગુજરાતની જનતા પોતાની સમસ્યાઓ લઈને પહોંચી રહી છે... હીરા ઉદ્યોગમાં મંદી બાદ બેકાર થયેલા રત્ન કલાકારોએ હડતાળની જાહેરાત કરી છે 

ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા, આરોગ્ય કર્મચારી અને વ્યાયામ શિક્ષકો બાદ હવે રત્ન કલાકારોએ બાંયો ચઢાવી

Recession In Diamond Industray : સુરતના રત્નકલાકારોની 30 માર્ચથી હડતાળમાં જોડાવા સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ થઈ છે. એક દિવસના બદલે 10 દિવસ સુધી આ ઝુંબેશમાં જોડાવવા માટે અપીલ કરી છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં સમાવવા રજૂઆત કરાઈ છે. અને જો 30 માર્ચ પહેલા જો કોઈ નિર્ણય નહીં લેવાશે તો રત્નકલાકાર સંધ બંધનું  એલાન આપશે. 

fallbacks

રત્ન કલાકારોની 30મી માર્ચ થી હડતાળમાં જોડાવા સોશિયલ મીડિયા ઉપર ઝુંબેશ શરૂ થઈ છે. એક દિવસના બદલે દસ દિવસ સુધી પણ જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં સમાવા અંગેની આ રજૂઆત છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બે દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. 30 મી માર્ચ પહેલા જો કોઈ નિર્ણય નહીં લેવાશે તો રત્નકલાકાર સંઘ બંધનું એલાન આપશે.

અગાઉ રત્નકલાકાર સંઘ, કલેક્ટર અને હીરા ઉદ્યોગકારની મીટીંગનું પણ આયોજન હાથ ધરાયું હતું. જેમાં વધુમાં વધુ રત્ન કલાકારોને આ હડતાલમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. આ વિશે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, અમારે હડતાળ પાડવી ન હતી એટલે 20 દિવસનો સરકારને સમય આપવામાં આવ્યો છે. કમિટીના સભ્યોએ પણ કોઈ નિવેદન આ બાબતે મીડિયા સમક્ષ નથી આપ્યું. 

જલ્દી આવશે ગાંધીનગરથી મોટી ખબર, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા શરૂ, રેસમાં છે આ નામ

તો દિનેશ નાવડીયાએ કહ્યું કે, અમારી વાત કમિટીના સભ્ય હર્ષ સંઘવી સાથે થઈ છે. અમે તમામ માહિતી ઉપર આપી છે. હર્ષ સંઘવીએ આ અંગે બે થી ત્રણ બેઠક પણ કરી લીધી છે. અમને બે ત્રણ દિવસમાં ફરી બોલાવવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલી રહેલી મંદી વૈશ્વિક મંદીને હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે, જેમાં ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વૈશ્વિક મંદીના કારણે હીરાના કારખાનાઓ બંધ કરી દેતા લાખો રત્નકલાકારો રોજગારી વિહોણા બન્યા છે, અનેક રત્નકલાકારો આવી સ્થિતિમાં અન્ય જગ્યાએ કામે લાગી ગયા છે, તો સેંકડો એવા યુવાનો છે, કે જેમણે હીરા સિવાય અત્યાર સુધી કાઈ કામ ન કર્યું હોય એવા રત્નકલાકારો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે, આવા રત્નકલાકારોના પરિવાર પણ મોંઘવારીના સમયમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, ભાવનગર જિલ્લામાં પણ બે લાખથી વધુ રત્નકલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે, પરંતુ કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે, ત્યારે આવા રત્નકલાકારોના પરિવાર ને સહાયરૂપ બનવા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન અને ભાવનગર ડાયમંડ એસોસિયેશને એક મહત્વની પહેલ કરી છે. જેમાં જિલ્લાના આર્થિક જરૂરિયાતમંદ રત્નકલાકારોના પરિવારને મદદ મળી રહે એ માટે રાશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુજબ આજે 3000 હજાર જેટલા જરૂરિયાતમંદ રત્નકલાકારોને એક મહિનો ચાલે એવી રાશન કીટ આપવામાં આવી હતી. 

રત્નકલાકારોએ પોતાને મળેલી મદદ ને લઈને આભારની લાગણી વ્યક્ત કરી હતી, સાથે વહેલી તકે હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થાય એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભરત કાકડીયા એ જણાવ્યું હતું કે અમે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમજી રાશન કીટ આપી છે. અમે મંદીના સમયે રત્નકલાકારોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી એ લોકોએ અમને જે કામ કરીને આપ્યું છે, ત્યારે તેઓની ખરાબ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થવું એ અમારી ફરજ છે. સાથે રત્નકલાકારોને કાયમી ઉપયોગ થઈ શકે એ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત થાય એ માટે અમારા પ્રયત્નો છે. રત્નકલાકારોને પરિચય કાર્ડ આપી તેઓના મુશ્કેલીના સમયે ઉપયોગ થઈ શકે એવું વીમા કવચ આપવા પણ વિચારણા કરવામાં આવી છે.

182 ધારાસભ્યોમાં હું એકમાત્ર મુસ્લિમ છું... ગુજરાતના એક ધારાસભ્યને વિધાનસભામાં આવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More