Gujarat republic day celebration 2024 : આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. દેશ સહિત વિવિધ રાજ્યો પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન બનયા છે. જેમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. ગુજરાતમાંથી કચ્છના ધોરડો ગામની ઝાંખી રજૂ કરવામાં આવશે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું.
જૂનાગઢમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પીટીસી ગ્રાઉન્ડમાં ધ્વજ ફરકાવ્યો. તો CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે જીપમાં સવાર થઈ પરેડની સલામી ઝીલી હતી.
દર્દીઓની સેવામાં જિંદગી ખર્ચી નાંખનાર દયાળમુનીને પદ્મશ્રીની જાહેરાત, આયુર્વેદમાં છે
પીએમ મોદીએ દેશવાસીઓને 75મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. તેઓએ ટ્વિટર પર ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી. આજે કર્તવ્યપથ પર PM મોદી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. તો આ પ્રસંગે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ ઉપસ્થિત રહ્યાં છે.
ભારતની સેનાની ત્રણેય પાંખના જવાનોનો જુસ્સો હાઈ છે. કેમ કે આજે દેશભરમાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.. દેશની રાજધાની દિલ્લીના કર્તવ્યપથ પર ઘણું નવું જોવા મળશે. આ વખતે ગણતંત્ર દિવસ સમારોહ મહિલા કેન્દ્રિત છે. આ વખતની થીમ ભારતનું લોકતંત્ર અને એક વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ છે. આવું પહેલીવાર થવાનું છે, જ્યારે પરેડની શરૂઆત ભારતીય સંગીત વાદ્યયંત્રોની સાથે 100 મહિલા કલાકારો કરશે. તેની સાથે જ પરેડમાં પહેલીવાર બધી મહિલાઓની ત્રિસેવા ટુકડી પણ માર્ચ કરશે અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ટુકડીઓમાં પણ મહિલા કર્મચારીઓ જોડાશે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ફ્રાંસના 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોની બેન્ડ ટીમ પણ જોડાશે. આ પરેડમાં 16 ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં અરૂણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, લદાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો : આ તારીખથી ગરમી લાગવાની થશે શરૂઆત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે