Home> Gujarat
Advertisement
Prev
Next

ભક્તિનું અનોખું રૂપ: આ છે ગુજરાતના સૌથી રિચેસ્ટ ગરબા, જોઇને આંખો પહોળી થઇ જશે

નવરાત્રીના તહેવારમાં પણ આજે આધુનિકતા ભળી છે અને જુના પ્રાચીન ગરબાઓને બદલે હિન્દી ગીતોનુ ચલણ જોવા મળી રહ્યુ છે, ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મેહરના પારપંરીક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે અન્ય ગરબીઓથી આ ગરબી અલગ તરી આવે છે.

ભક્તિનું અનોખું રૂપ: આ છે ગુજરાતના સૌથી રિચેસ્ટ ગરબા, જોઇને આંખો પહોળી થઇ જશે

અજય શીલૂ, પોરબંદર: નવરાત્રીના તહેવારમાં પણ આજે આધુનિકતા ભળી છે અને જુના પ્રાચીન ગરબાઓને બદલે હિન્દી ગીતોનુ ચલણ જોવા મળી રહ્યુ છે, ત્યારે પોરબંદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મેહરના પારંપારિક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે અન્ય ગરબીઓથી આ ગરબી અલગ તરી આવે છે.

fallbacks

પોરબંદર મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 20 વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાન પર ફક્ત મેર સમાજના લોકો માટે નવરાત્રીનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે જ્યારે નવરાત્રીમાં ગરબાનું સ્થાન ધીમે ધીમે ડિસ્કો ડાન્સ લઈ રહ્યું છે અને ગરબીઓનુ મ્યુઝીક પાર્ટીમય બની ચુક્યું છે ત્યારે મેર સમાજ દ્વારા દર પાંચમા નોરતે મહેર સમાજના પારંપારિક પોશાક પહેરીને જ હીલા અને પુરુષો રમે તે પ્રકારનુ આયોજન કરવામાં આવે છે.
fallbacks

અહી પાંચમાં નોરતે આજે પણ આપણી પરંપરાગત જે જૂના ગરબાઓ છે તેની જલક જોઈ શકાય છે તો સાથે જ જ્યારે મેર સમાજના પુરુષો-મહિલાઓ ઢોલ શરણાઈના તાલે રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે. મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરે છે, તો મહિલાઓ પારંપરીક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડાં સાથે દરેક મહિલા લાખો રૂપિયાના પૌરાણીક સોનાના દાગીના પહેરીને રમતી જોવા મળે છે. આ ગરબામાં મહિલાઓ અંદાજે 425 કરોડ રૂપિયાનું સોનું પહેરીને ગરબે રમતી જોવા મળે છે.

ગીતા રબારીના સોન્ગ પર કાશ્મીરમાં ગુજરાતી સૈનિકો રમ્યા ગરબા, વીડિયો વાયરલ
fallbacks

Photo Gallary : જૂઓ, દેશમાં કેવી રીતે થઈ રહી છે નવરાત્રી પર્વની ઉજવણી
સુપ્રિમ કાઉન્સીલના આયોજક વઘણભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે. આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે. મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપારિક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો,કાપડુ, ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રુપિયાના સોનાના દાગીના પહેરે છે.
fallbacks 
આજના જમાના સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે.ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાય છે.

પોરબંદર મેર સમાજ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ જે એક દિવસ માટે યોજાતા પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે,મેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે. આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More