Home> Gujarat
Advertisement
Prev
Next

નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારે લીધા આ નિર્ણયો, જાણી લેજો તમારા બાળકના ભવિષ્યને અસર કરશે નિયમ

શિક્ષણ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશને પ્રવેશ માટે તેમની વય નીતિમાં જરૂરી ફેરફારો કરવા અને છ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો છે. 

નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારે લીધા આ નિર્ણયો, જાણી લેજો તમારા બાળકના ભવિષ્યને અસર કરશે નિયમ

નવી દિલ્હીઃ ગુજરાતના શિક્ષણમાં હવે નિયમો બદલાઈ ગયા છે. તમે તમારા બાળકને અભ્યાસ માટે ધોરણ 1માં મોકલી રહ્યાં છો તો હવે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમો લાગુ થશે. સરકારે હવે બાલ વાટિકા શરૂ કરી દીધા છે. ગુજરાતમાં તો આ વર્ષથી આ નિયમો લાગુ થઈ જશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ધોરણ ૧માં પ્રવેશ માટેની લઘુતમ ઉંમર ૬ વર્ષ કરવાનો આદેશ આપ્યો છે. નવી શિક્ષણ નીતિ (એનઇપી)ના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશન સ્ટેજમાં તમામ બાળકો (૩થી ૮ વર્ષની વચ્ચે) માટે પાંચ વર્ષ શીખવાની તકો સામેલ છે જેમાં ત્રણ વર્ષ પ્રિ પ્રાયમરી અને ત્યારબાદ ધો. ૧ અને ધો. ૨નો સમાવેશ થાય છે. આમ હવે આ નિયમ બની જતાં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે ધોરણ 1માં પ્રવેશ મળશે નહીં.

fallbacks

શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શિક્ષણ નીતિ આ રીતે પ્રિ સ્કૂલથી ધો. ૨ સુધીના બાળકોને સહજ શિક્ષણ અને વિકાસને વેગ આપે છે. આ ફક્ત આંગણવાડીઓ અથવા સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત, ખાનગી અને એનજીઓ સંચાલિત પ્રિસ્કૂલ કેન્દ્રોમાં ત્રણ વર્ષના ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ શક્ય બની શકે. શિક્ષણ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશને પ્રવેશ માટે તેમની વય નીતિમાં જરૂરી ફેરફારો કરવા અને છ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો છે. 

માર્ચ 2022માં લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર અનેક રાજ્યોમાં પ્રથમ વર્ગમાં પ્રવેશની વય મર્યાદામાં ઘણો તફાવત છે. દેશમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં બાળકોને છ વર્ષની ઉંમર પહેલા ધોરણ I માં પ્રવેશ આપવાની છૂટ હતી જે હવે નહીં મળે. હવે તમામ રાજ્યોમાં એક જ નિયમ લાગુ પડશે. પહેલાં રાજ્ય પ્રમાણે વય મર્યાદા બદલાતી હતી. હવે એમાં ફેરફારો આવશે. આસામ, ગુજરાત, પુડુચેરી, તેલંગાણા અને લદ્દાખમાં પાંચ વર્ષના બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપી શકાતો હતો. હવે આ નિયમો બદલી ગયા છે.

આંધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, ગોવા, ઝારખંડ, કર્ણાટક અને કેરળમાં ધોરણ 1 માં પ્રવેશ માટે લઘુત્તમ વય પાંચ વર્ષથી વધુ છે. હવે કોમન આખા દેશમાં 6 વર્ષનો નિયમ લાગુ થઈ ગયો છે. જેમાં ગુજરાત પણ સામેલ થયું છે.  સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે એક ચુકાદામાં જણાવ્યું હતું કે બાળકોની સાયકોલોજિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને તેમને નાની ઉંમરમાં શાળાએ મોકલવા ન જોઇએ. અત્યારસુધી આ પ્રકારની લાલિયાવાડી ચાલતી હતી હવે નિયમ બની જતાં સ્કૂલો 6 વર્ષથી ઓછી ઉંમરનાને સ્કૂલમાં પ્રવેશ આપી શકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More