Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat ST: હોળી-ધૂળેટીમાં વતન જવાના છો? તો જાણો એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

હોળી પર્વની ઉજવણી કરવા માટે વતન તરફ જતાં નાગરિકોની સરળતા અને આનંદદાયક મુસાફરી માટે રાજ્યભરમાં ખાસ બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત મુસાફરો સમયસર અને સહેલાઈથી ઘરે પહોંચી શકે તે માટે કુલ ૬,૮૦૦ એક્સ્ટ્રા ટ્રીપ ફાળવવામાં આવી છે.

Gujarat ST: હોળી-ધૂળેટીમાં વતન જવાના છો? તો જાણો એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

ઝી બ્યુરો/ગાંધીનગર: આગામી હોળી ધુળેટીના પર્વને લઈને એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવા માટે વધુ બસો દોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારોમાં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન મુસાફરોની ભીડ વધી જાય છે. મુસાફરોને વતન પહોંચવા માટે સમયસર બસ મળી રહે તે માટે એસટી નિગમ વધારાની બસ દોડાવશે. ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટવીટ કરીને એસટીને વિશેષ બસ દોડવવાની જાહેરાત કરી છે. 

fallbacks

ગુજરાતના માથે છે સૌથી મોટું જોખમ! આ તારીખો નોંધી લેજો, આગામી ત્રણ કલાક સૌથી ભારે!

હોળી પર્વની ઉજવણી કરવા માટે વતન તરફ જતાં નાગરિકોની સરળતા અને આનંદદાયક મુસાફરી માટે રાજ્યભરમાં ખાસ બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત મુસાફરો સમયસર અને સહેલાઈથી ઘરે પહોંચી શકે તે માટે કુલ ૬,૮૦૦ એક્સ્ટ્રા ટ્રીપ ફાળવવામાં આવી છે. આ તહેવાર દરમિયાન પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લા તરફ જવા માટે કુલ 4230 ટ્રીપ, હોળી પર્વ દરમિયાન ઉજવાતાં ફૂલડોલ ઉત્સવ માટે જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને સોમનાથ ખાતેથી વધારાના મુસાફરોની રાહત માટે કુલ 70 ટ્રીપ અને વડોદરા, ડાકોર, નડિયાદ, અમદાવાદ તથા ગોધરા માટે કુલ 2500 જેટલી ટ્રીપ વધારવાનો નિર્ણય કરાયો છે. 

Breaking: અમદાવાદનો આ ડબલ ડેકર ઓવરબ્રિજ બન્યો સુસાઈડ પોઈન્ટ, એક જ મહિનામાં ચોથી ઘટના

હોળી ધુળેટીના પર્વને લઈને એસટી વિભાગનો નિર્ણય
વડોદરા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ધંધો રોજગારી અર્થે વસવાટ કરતા હોય છે અને વાર તહેવારે તેઓ પોતાના માદરે વતન જતા હોય છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા તહેવારો ૫૨ મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને વધુ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

PM Modi ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે અ'વાદ ટેસ્ટ જોવા આવશે, ટીમ ઈન્ડિયાની થશે કસોટી

જે મુખ્ય આગામી તારીખ ત્રણ માર્ચથી પાંચ માર્ચ સુધી દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ,છોટાઉદેપુર તરફ 150થી વધુ બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જો મુસાફરોનો ઘસારો વધશે તો વધુ બસોનો ઉમેરો કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More