Gujarat Teacher vacancy: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને માટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતને મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ) એ મંજૂરી આપી છે.
એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે સંકટ! આ જિલ્લાઓમા વરસાદ ભૂક્કા બોલાવશે?
ઉક્ત મંજૂરી અન્વયેસરકારી અને ગ્રાટેક માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને નીચે મુજબની શરતો / પ્રક્રિયાને આધિન કામગીરી સોંપવાની રહેશે.
(1) રાજયની સરકારી અને ગ્રાટેક માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિવૃત્તિથી ખાલી પડતી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે ૩૧ જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ માાળામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના તા.૧૧/૦૭/૨૦૨૫ના સમાનાકી ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી પણ જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રહેતી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત થયેલ સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના નિવૃત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે.
(2) નિવૃત્તી બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા ૬૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
કોણ છે ગુજરાતનો એ શખ્સ? જેને મળવા જેલમાં બંધ સોનમ રઘુવંશી થઈ છે ઉતાવળી!
(3) શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છુટા કરવાના રહેશે.
(4) આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચુકવવામાં આવતાં માનદ વેતન જેટલુંજ માનદ વૈતન ચુકવવાનું રહેશે. તે સિવાય અન્ય કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહીં.
સ્કોચ વ્હિસ્કી પીનારાઓને હવે પડી જશે મોજ; આ વાઈન ભારતમાં થઈ જશે સાવ સસ્તી!
(5) જે નિવૃત્ત સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો નિવૃત્તિ બાદ કામગીરી કરવા માંગતા હોય તેઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અરજી કરવાની રહેશે અને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીએ વિભાગના તા.૧૧/૦૭/૨૦૨૫ના સમાનાકી ઠરાવથી દાખલ કરેલ વેઈટીંગ લિસ્ટ મુજબ પણ જ્ઞાનસહાયક ઉપલબ્ધ થાય નહી તોજ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે