Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત : ધાબા પર ડીજે વગાડવાનાં જાહેરનામા ભંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો ક્યાં?

આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઉતરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાનાં ધાબા પર ચડી પતંગ ઉડાવી રહ્યા છે. આ સાથે જ ચીક્કી, શેરડી અને ઉંધીયાની મોજ પણ માણી હતી. જો કે પોલીસ દ્વારા ઉતરાયણ અંગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત લોકોએ માત્ર ઉતરાયણના તહેવારે પોતાનાં પરિવાર સાથે જવાનો હતો. આ ઉપરાંત સોસાયટીઓમાં મેળાવડા કરવા પર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

ગુજરાત : ધાબા પર ડીજે વગાડવાનાં જાહેરનામા ભંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો ક્યાં?

રાજકોટ : આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઉતરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાનાં ધાબા પર ચડી પતંગ ઉડાવી રહ્યા છે. આ સાથે જ ચીક્કી, શેરડી અને ઉંધીયાની મોજ પણ માણી હતી. જો કે પોલીસ દ્વારા ઉતરાયણ અંગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત લોકોએ માત્ર ઉતરાયણના તહેવારે પોતાનાં પરિવાર સાથે જવાનો હતો. આ ઉપરાંત સોસાયટીઓમાં મેળાવડા કરવા પર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

fallbacks

મોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી

જો કે રાજકોટનાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉતરાયણ નિમિત્તે અગાસીમાં રમેશ ભરાડા નામના વ્યક્તિ દ્વારા ડીજે લગાવવામાં આવ્યું હતું. જેના પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રમેશની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરાયણમાં ડી.જે સ્પીકર લગાડવા બદલ ગુજરાતમાં પ્રથમ ગુનો નોંધાયો હશે. 

બેકાર એન્જિનિયરે આર્થિક જરૂરિયાત પુરી કરવા માટે કરી નાખ્યો એવો કાંડ કે પોલીસ ચક્કર ખાઇ ગઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઉતરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે તેમાં કેટલાક અકસ્માતના ગુના, દોરી વાગવાને કારણે ઇજા અને મોતના ગુના અને દારૂના અનેક કિસ્સા નોંધાયા હતા. જો કે એકંદરે ઉતરાયણ પ્રમાણમાં શાંત રહી હતી. પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મોટાભાગના લોકો દ્વારા કાયદા અને ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે પોલીસને દોડાદોડી કરવી પડી નહોતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More