Home> Gujarat
Advertisement
Prev
Next

ફરીથી ગુજરાત આવશે અમિતાભ બચ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કરશે પ્રચાર

બોલિવુડના ખલનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમ (gujarat tourism) ના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન (amitabh bachchan) સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે. ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી બે માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડ ફિલ્મોમાં તેઓ કામ કરશે. ત્યારે હવે બિગબીના મોઢે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા...’ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. 

ફરીથી ગુજરાત આવશે અમિતાભ બચ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કરશે પ્રચાર

હિતલ પારેખ/ગાંધીનગર :બોલિવુડના ખલનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમ (gujarat tourism) ના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન (amitabh bachchan) સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે. ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી બે માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડ ફિલ્મોમાં તેઓ કામ કરશે. ત્યારે હવે બિગબીના મોઢે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા...’ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. 

fallbacks

fallbacks

ફરી એકવાર બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ગુજરાત આવવાના છે. આ વખતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બ્રાન્ડિંગ કરતા દેખાશે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવુ આકર્ષણ બનીને ઉભર્યું છે. હવે દેશવિદેશમાં તેની ખ્યાતિ પહોંચે તે હેતુથી ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું બ્રાન્ડિંગ કરાશે. ગ્લેમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારની ઇચ્છા છે કે, ખુશ્બુ ગુજરાત કીનું કેમ્પેઇન ફરી એકવાર આગળ વધે અને એ કેમ્પેઇનમાં આ વખતે માત્ર કેવડીયાનો સમાવેશ કરવામાં આવે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More