Home> Gujarat
Advertisement
Prev
Next

ગીરમાં જોયો છે ક્યારેય આવો નજારો, ખેતરમાં એકસાથે 9 સિંહોનું ઝુંડ આવી ચઢ્યું

ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. ગીરમાં સિંહો (gir lions) ના ઝુંડ ભાગ્યે જ જોવા મળે છે. આવામાં ઉનાથી એક સુંદર મજાનુ પિક્ચર સામે આવ્યુ છે. એકસાથે 9 સિંહ એક તસવીરમાં જોવા મળ્યા છે. 

ગીરમાં જોયો છે ક્યારેય આવો નજારો, ખેતરમાં એકસાથે 9 સિંહોનું ઝુંડ આવી ચઢ્યું

ઝી મીડિયા/બ્યૂરો :ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. ગીરમાં સિંહો (gir lions) ના ઝુંડ ભાગ્યે જ જોવા મળે છે. આવામાં ઉનાથી એક સુંદર મજાનુ પિક્ચર સામે આવ્યુ છે. એકસાથે 9 સિંહ એક તસવીરમાં જોવા મળ્યા છે. 

fallbacks

ગીરના સિંહો ક્યાંક ફરતા દેખાય તો રાહદારીઓ તેમની તસવીર અને વીડિયો લેવાનું અચૂક રાખે છે. આવામાં ઉનામા એક ખેતર એકસાથે 9 સિંહ આવી ચઢ્યા હતા. ખેતરમાં એકસાથે 9 સિંહ બેસ્યા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જાણે ખેતરની રખેવાળી કરતા ન હોય તેમ તમામ સિંહ અલગ અલગ સ્પોટ પર આરામ ફરમાવતા જોવા મળ્યા છે. જોકે, આ નજારો જોઈને જેનુ ખેતર હોય એ ખેડૂતના આંખે તમ્મરિયા આવી જાય. 

આ પણ વાંચો : સાળી-જીજાજી વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી જન્મેલી બાળકીનું પાપ છુપાવવા તેને કચરામાં ફેંકી દીધી

વાઘેશ્વરી મંદિરમાં સિંહના ફેરા
આ ઉપરાંત તાજેતરમાં જ અતિપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે બે સિંહો આરામથી લટાર મારતા જોવા મળ્યા. બે સિંહ સીસીટીવી કેમેરામાં ફરતા કેદ થયા હતા. ગિરનાર જંગલમાંથી અનેકવાર ભવનાથ તળેટી વિસ્તારમાં સિંહો આવી ચઢ્યાની ઘટના સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More