Home> Gujarat
Advertisement
Prev
Next

સિંહણે ગીર સફારીના રુટ પાસે આવીને એવુ કર્યું કે, ઘડીક મુસાફરોનો શ્વાસ અદ્ધર થઈ ગયો

Sasan Gir Safari : સિંહણ પોતાના સિંહબાળને મોંમાં લઈ ચાલી રહી હતી અને બીજું બચ્ચું તેની પાછળ દોડી રહ્યું છે થોડી દૂર જઈ સિંહણ એક બચ્ચાને મોંમાંથી છોડી દઈ બીજા બચ્ચા તરફ પરત ફરી હતી
 

સિંહણે ગીર સફારીના રુટ પાસે આવીને એવુ કર્યું કે, ઘડીક મુસાફરોનો શ્વાસ અદ્ધર થઈ ગયો

Gujarat Tourism જૂનાગઢ : સાસણ જંગલ સફારી રૂટ પર અદભુત દ્રશ્ય જોવા મળ્યા છે એક માસના સીહબાળને માતાનું વ્હાલ જોઈએ પ્રવાસીઓ રોમાંચિત થયા હતા. ખૂંખાર સિંહ બચ્ચાને મોંમાં લઇ કેવી રીતે લાલન પાલન કરે છે તેનો અદભુત નજારો પ્રવાસીઓને જોવા મળ્યો હતો.

fallbacks

સિંહ સિંહણોના ટોળાનુ ગીર સફારીના જિપ્સી રુટ પર આવવુ સામાન્ય બાબત છે. પરંતુ બચ્ચાઓ સાથે ક્યારેય સિંહ સિંહણ જિપ્સી રુટ પર આવવાનું જોખમ લેતા નથી. તેમાં પણ એકાદ માસના સિંહ બાળ ભાગ્યે જ જીપ્સી રૂટ પર જોવા મળે છે. સાસણ જંગલ સફારીના ડેડકડી વિસ્તારના ગડકબારી એરિયામાં ચાર જેટલી સફારીઓ પસાર થઈ રહી હતી, તેવામાં જીપ્સી રુટ નજીક પ્રથમવાર જ બચ્ચાને લઈ સિંહણ આવી હતી.

ગુજરાત તરફ આવી રહ્યું મોટું ચક્રવાત, આ શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે

ગુજરાતમાં લોકસભાની 26 સીટોમાંથી 6 સીટ પર હારનો ડર, પાટીલ સહિત દિલ્હીને પણ ટેન્શન

સિંહણ પોતાના સિંહબાળને મોંમાં લઈ ચાલી રહી હતી અને બીજું બચ્ચું તેની પાછળ દોડી રહ્યું છે થોડી દૂર જઈ સિંહણ એક બચ્ચાને મોંમાંથી છોડી દઈ બીજા બચ્ચા તરફ પરત ફરી હતી એ વખતે મોંમાંથી છોડેલું બચ્ચું તેની પાછળ દોડવા લાગે છે માતા સિંહણ બીજા બચ્ચાને મોંમાં લઇ રસ્તાની અંદર ભાગે ચાલી ગઈ હતી આ સમગ્ર ઘટનાને ગાઈડ જીતુ સિંધવ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું વહેલુ આવશે કે મોડું, આવી ગઈ એકદમ સચોટ આગાહી

કેનેડામાં પહોંચીને આ રીતે છેતરાય છે ગુજરાતીઓ, ભારતીયો જ ભારતીયોને લૂંટે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More