Mehsana News તેજસ દવે/મહેસાણા : ઐતિહાસિક નગરી, જેનો ઉલ્લેખ પૌરણિક ધાર્મિક ગ્રંથોથી લઈ ઈતિહાસના દરેક પન્નાઓમાં દર્જ છે તે વડનગર. આ જ વડનગરના 2500 વર્ષના ઈતિહાસની યાદ અપાવતા ભવ્ય મ્યુઝિયમને કેન્દ્રીય ગૃહમંત્રીએ ખુલ્લુ મુક્યું. પ્રધાનમંત્રીના વતનમાં બનેલું આ મ્યુઝિયમ વિશ્વનું બીજુ સૌથી મોટું અને ભારતનું પહેલું વિશાળ મ્યુઝિયમ છે. ત્યારે કેવી રીતે વિશ્વપટલ પર વડનગરનો વાગશે ડંકો? કેવી રીતે વડનગરમાં વધશે પર્યટન? જુઓ આ અહેવાલમાં.
હા, ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. ઐતિહાસિકના દરેક પન્નાઓમાં જેનું નામ દર્જ છે તે વડનગરના પેટાળમાં જેટલો ઈતિહાસ દબાયેલો છે તે તમામ ઈતિહાસ તમારી નજર સમક્ષ હવે આવી જશે. તમે આજથી હજારો વર્ષે પહેલાની દુનિયામાં જતા રહો તેવો અહેસાસ થશે. અહીં તમને એ તમામ વસ્તુઓ અને સ્થાપ્ત્યોના દર્શન થશે જેની તમે માત્ર કલ્પના જ કરી હશે. અલગ અલગ કાળની માટી અને તે કાળના અવશેષો તમને એક જ સ્થળે જોવા મળી જશે. કારણ કે પ્રધાનમંત્રીના વતન વડનગરમાં 21 મીટર ઉચ્ચુ અને 326 પીલ્લર પર ઉભા થયેલા મ્યુઝિયમને અમિત શાહે ખુલ્લુ મુક્યું.
વરસાદની આગાહી કરનારા અંબાલાલ કાકાએ ગુજરાતના રાજકારણની કરી આગાહી, કર્યો મોટો ધડાકો
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ મ્યુઝિયમ ત્રણ માળનું છે. આ તમામ ફ્લોર પર તમને એક અલગ અહેસાસ થશે. અલગ અલગ ફ્લોર પર અલગ અલગ કાળ અને તેની ચીજવસ્તુઓ અને અવશેષો વિશે જાણવા મળશે. એટલું જ નહીં તે સમયના અવશેષોને તમારી નજર સમક્ષ જોઈ પણ શકશો. મ્યુઝિયમમાં પ્રવેશતાં જ તમને વિશાળ સ્ક્રીન પર ઓડિયો અને વીડિયોના માધ્યમથી ઈતિહાસમાં ખોવાઈ જશો. ન માત્ર ગુજરાતી કે હિન્દી. વિશ્વની અનેકવિધ ભાષાઓમાં તમે ઈતિહાસની એ તમામ વાતો જાણી શકશો જે તમે માત્ર સાંભળી હશે કે વાંચી હશે.
શું છે મ્યુઝિયમમાં ખાસ?
વડનગર પોતાના પેટાળમાં બહુ મોટો ઈતિહાસ છૂપાવીને બેઠું છે. વડનગરમાં પુરાતન વિભાગના ખોદકામ દરમિયાન ઘણી એવી વસ્તુઓ મળી છે જે આ મ્યુઝિયમમાં તમે જોઈ શકશો. અહીં આવનારા પર્યટકો એ તમામ વસ્તુઓને પોતાની નરી આંખે નિહાળી શકશે. અહીં તમે 2500 વર્ષ જૂના. હા આજથી બે હજાર પાંચસો વર્ષ પહેલાના મળી આવેલા અવશેષો જોઈ શકશો. અહીં તમે તે સમયના વાસણ, રમકડાં, તાવીજ, સિક્કા, ઓઝારો સહિતની વસ્તુઓ જોવા મળશે.
મ્યુઝિયમમાં શું જોવા મળશે?
જે વડનગરની ઓળખ કંઈ આજકાલની નથી...વડનગર એવું નગર છે જેનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. વડનગરની હાલ ઓળખ પ્રધાનમંત્રીનું વતન હોવાને કારણે વધારે બની છે. ત્યારે આ જ વડનગરમાં બનેલું આ મ્યુઝિયમ હવે વિશ્વના પ્રવાસીઓને ખેંચી લાવશે. જેનાથી વડનગરમાં તો નવી રોજગારીનું સર્જન થશે જ, સાથે સાથે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ ધબકતો થશે. અને વિશ્વના નકશા પર વડનગરનો ડંકો વાગશે.
બચ્ચન પરિવારની મહિલાઓ કચ્છના રણમાં ફરવા પહોંચી, નવ્યા નવેલીએ PHOTOs શેર કરીને ડિલીટ કર્યાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે