Gandhinagar News : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ફરી જામશે. કારણ કે, ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કડી અને વિસાવદ પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે. 19 જુન બંને વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. તો 23 જુને પરિણામ જાહેર થશે.
કડી વિધાનસભા બેઠક પર ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું નિધન થવાથી આ બેઠક ખાલી પડી હતી. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ ભાયાણીએ રાજીનામું આપ્યું હતું તેથી આ બેઠક ખાલી પડી હતી.
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ક્યાં અને કેવી રીતે ત્રાટકશે, ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ
મહત્વનું છે કે, આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. વિધાનસભા ચૂંટણીની જેમ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી નથી લડવાના. બંને પક્ષ એકલાહાથે ચૂંટણી લડશે. આમઆદમી પાર્ટીએ તો પહેલા જ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના પદ પરથી રાજીનામું આપવાના પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાયાણી આપમાંથી વિજેતા બન્યા હતા, પરંતુ પક્ષ પલટો કરતાં આ બેઠક ખાલી પડી ગઈ હતી. બાદમાં ભાજપના હર્ષદ રીબડીયાએ તેમના વિરુદ્ધ ચૂંટણી ગેરરીતિની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી. આ પિટિશનના કારણે વિસાવદર પર પેટા ચૂંટણી અટકી હતી. જોકે, બાદમાં રીબડીયાએ પિટિશન પરત ખેંચી હતી.. જેથી હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. બીજી તરફ કડી બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું ફેબ્રુઆરી મહિનામાં અવસાન થયુ હતુ.. જેના કારણે કડી બેઠક પણ ખાલી પડી હતી.
વિસાવદર પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પહેલેથી જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ કોના પર જંગ લડે છે તે સમય આવ્યે ખબર પડશે.
ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, દરિયા કિનારા હાઈએલર્ટ પર, બંદરો પર સિગ્નલ લગાવી દેવાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે