Gujarat Politics : બનાસ ડેરીમાં શંકર ચૌધરીની અલવિદા નક્કી કે પછી જીવતદાન એ હાલમાં સૌથી મોટો ચર્ચાનો વિષય છે. કારણ કે અહીં ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો ચૌધરીના દબદબાને નડી રહ્યો છે. ભાજપ પોતે એક નેતા એક પદને લઈને આગળ વધી રહી છે. આગામી 2 મહિનામાં જ બનાસડેરીમાં ચેરમેન પદની મુદત પૂરી થઈ રહી છે. અહીં નવા ચેરમેનની નિમણુંક થાય છે કે ભાજપ શંકર ચૌધરીને રીપિટ કરે છે એ સૌથી મોટી ચર્ચા છે.
અમૂલમાં એક સમયે રામસિંહ પરમારનો દબદબો હતો જેઓ ફેડરેશનના ચેરમેન પણ બની ચૂક્યા છે. રામસિંહ છેલ્લા 2 દાયકાની આસપાસથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેઓના નામના અમૂલમાં સિક્કા પડતા હતા. તેઓએ એકાએક ચેરમેન પદ છોડી દેવું પડ્યું છે. ભાજપે એવો ખેલ પાડ્યો કે તેઓ ભાજપમાં હોવા છતાં પણ ચૂપચાપ હાજી હા કરવી પડી છે. અચાનક જ દિલ્હીથી આદેશ છૂટતાં તેમનુ પત્તું કપાયું હતું અને કોંગ્રેસને છોડીને કેસરિયો ખેસ પહેરનારાં ધારાસભ્ય કાંતિ સોઢાને ભાજપે રાજકીય ઇનામ ચરણે ધરી દીધું હતું. જે એક સમયે રાઈવલ બની ગયા હતા. તે નેતાઓ જ પદ પર આવીને બેસી ગયા છે.
ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતાને મળશે મોટી રાહત
સચિવાલયની ગલિયારીમાં ચર્ચા છે કે, હવે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો વારો છે. આગામી જૂન માસમાં જ બનાસડેરીના ચેરમેનની મુદત પૂર્ણ થઇ રહી રજ છે. નિયમ અનુસાર, વિધાનસભા અધ્યક્ષ અન્ય કોઇ સહકારી ક્ષેત્રના પદ પર રહી શકે નહીં. ઓફિસ ઓફ પ્રોફિટનો કાયદો લાગુ પડે. આ જોતાં શંકર ચૌધરીએ મંત્રીપદ તો ગુમાવ્યું પણ હવે બનાસડેરીમાંથી ય અલવિદા થાય તો નવાઈ નહીં. આમ વિધાનસભા અધ્યક્ષ બનાવી દેતાં શંકર ચૌધરીનું મંત્રી બની દબદબો બનાવી રાખવાનો અભરખો તો અધૂરો રહી ગયો છે પણ હવે સ્થાનિક ડેરીમાંથી ચેરમેન પદ ગયું તો શંકર ચૌધરીનો દબદબો ઘટી શકે છે.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ધોરણ-12 ના પરિણામની તારીખ જાહેર
ઑફિસ ઑફ પ્રોફિટ એટલે શું
બંધારણમાં ઑફિસ ઑફ પ્રોફિટની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે ઠેરવ્યા પ્રમાણે
1. શું સરકારે નિમણૂંક કરી છે
2. હોદ્દો ધરાવનારને દૂર કરવાની કે ડીસમીસ કરવાની સત્તા સરકાર પાસે છે
3. શું સરકાર તેમને પગાર ચુકવે છે
4. આ હોદ્દો ધરાવનારની કામગીરી સરકારલક્ષી છે.
5. તેમની કામગીરીના દેખાવ પર સરકારનું નિયંત્રણ છે, આના જવાબ હા હોય તો તે હોદ્દો ઓફિસ ઓફ પ્રોફિટ ગણાય.
ગુજરાતના ઘણા નેતાઓને હિન્દીના ફાંફા પણ કન્નડ ભાષામાં ઘડાધડ કરી રહ્યાં છે Tweet
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે