Ambalal Patel Prediction : મોડી રાતે બિપોરજોય વાવાઝોડાએ અરબ સાગરમાં ફરીથી દિશા બદલી છે. પહેલા જે વાવાઝોડું પોરબંદર પર ત્રાટકવાનું હવે તે દિશા બદલીને હવે કચ્છના જખૌ તરફ આવી રહ્યું છે. વાવાઝોડું પહેલા માંડવી, બાદમાં પોરબંદર અને દ્વારકાથી દિશા બદલીને હવે જખૌ તરફ જઈ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ અને જખૌનુ અંતર ઘટ્યુ છે. આમ, બે દિવસમાં બિપોરજોય વાવાઝોડાએ ચોથીવાર દિશા બદલી છે. ત્યારે સવાલ એ થાય છે કે, આ વાવાઝોડું સતત આઘુપાછું કેમ થઈ રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા સતત વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. વાવાઝોડું કચ્છના માંડવી અને કરાચી વચ્ચે જખૌ બંદર પાસે 15મી જૂનની સાંજે પહોંચવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે વાવાઝોડા સાથે 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આ છે ગુજરાત સાહેબ! વાવાઝોડાના સંકટ વચ્ચે મોરબી પોલીસે નવજાત બાળકનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કર્યું #cyclone #cyclonebiparjoy #BiparjoyCyclone #morbi #rain #viral pic.twitter.com/TA6xgJXz5C
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023
જખૌ બાજુ વળ્યુ વાવાઝોડું
બિપરજોય હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોન હાલ પોરબંદરથી 350 કિલોમીટર દૂર થઈ ગયું છે. જે વાવાઝોડુ ગઈકાલ સુધી પોરબંદર તરફ આગળ વધી રહ્યું હોય, તે હવે પોરબંદરથી દૂર ખસી રહ્યું છે. આ વાવાઝોડું હવે કચ્છના જખૌ તરફ આગળ જઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે 14 થી 16 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. હાલ પોરબંદરમાં ક્યાંય વરસાદ નહિ આવે. હાલ પોરબંદર શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, અને દરિયો ગાંડોતૂર બન્યો છે. પોરબંદરમાં વિવિધ 60 સ્થળે વૃક્ષ પડ્યા છે. જેનો તંત્રએ નિકાલ કર્યો છે. પોરબંદર જિલ્લા શહેરમાં મળી અંદાજે 3000 થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ છે.
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : પોરબંદરથી દૂર ખસ્યું, ગુજરાતના આ વિસ્તારમાં સીધુ ત્રાટકશે
કચ્છ અને પાકિસ્તાન પર ત્રાટકશે
આજે પણ વાવાઝોડાની દિશાનું અદ્યતન સાધનોથી પૂર્વાનુમાન કરતા 6 મોડલોએ વાવાઝોડું ક્રમશ ઉત્તર પૂર્વમાં વળીને પાકિસ્તાન અન સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચે આગળ વધે તેવો નિર્દેશ આપી રહ્યાં છે. ત્યારે આઈએમડી જીએફએસ અને એનસીઈપી જીએસએફ એ બે મોડેલ પરથી નીકળતો નિર્દેશ કહે છે તે પાકિસ્તાના કાંઠા તરફ આગળ વધશે. લેન્ડ ફોલ પોઈન્ટ માટે વૈજ્ઞાનિકો 67.5 ડિગ્રી અને 68.5 ડિગ્રી રેખાંશ વચ્ચેનો વિસ્તાર જણાવે છે. માત્ર એક ડિગ્રીનો ફરક એટલે આશરે 111 કિમી થાય છે. જે ગુજરાતના માંડવીથી કરાંચી વચ્ચેનો વિસ્તાર છે.
વાવાઝોડામાં આંધી સાથે વરસાદ આવશે, ગુજરાતમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.. આવતી કાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. હાલ બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે. તો જખૌ બંદરથી 280 કિમી દૂર છે..વાવાઝોડું પોરબંદરથી 350 કિમી દૂર છે..તો બિપરજોય વાવાઝોડું નલિયાથી 310 કિમી દૂર છે. હાલ બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના સ્વરૂપમાં છે. 15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે. હાલના આંકડાને જોતા વાવાઝોડું પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારારથી દૂર જઈ રહ્યું છે. જ્યારે કચ્છના જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે.જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.
અરબ સાગર બન્યું વાવાઝોડાનું હોટસ્પોટ : બે દાયકામાં વાવાઝોડાની સંખ્યામાં 52% નો વધારો
જોકે, વાવાઝોડું અરબ સાગરમાં ભલે ગમે તેટલી દિશા બદલે, પરંતુ તે ગુજરાત તરફ આવી રહ્યું છે તે કન્ફર્મ છે. હાલ વાવાઝોડાની અસરને પગલે દ્વારકામાં બિપરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વિઝીબલિટી ઘટી છે. દરિયાના સ્તરમાં વધારો થયો છે. પંચકુવાના બીચ પર પાણી ઘુસ્યા છે. તો વરસાદના ઝાપટા પણ શરૂ થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે