Home> Gujarat
Advertisement
Prev
Next

મોટી આગાહી : કાતિલ ઠંડીનો એવો રાઉન્ડ આવશે કે ડિસેમ્બરના અંતમાં ઠુઠવાઈ જશો

Cyclone Alert By Ambalal Patel Prediction : ગુજરાતમાં ઠંડા પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી... કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી નોંધાયું,,, ગાંધીનગર, અમદાવાદ શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા

મોટી આગાહી : કાતિલ ઠંડીનો એવો રાઉન્ડ આવશે કે ડિસેમ્બરના અંતમાં ઠુઠવાઈ જશો

Gujarat Weather Forecast : ગુજરાતમાં આખરે શિયાળો બેઠો છે તેવુ કહી શકાય. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો દોર આવી ગયો છે. ગુજરાતમાં અનેક શહેરનો ઠંડીનો પારો ગગડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 22 તારીખ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું કે, પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી કે, ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. 

fallbacks

અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. 

અમદાવાદના વેજલપુરના પીઆઈને Love you all મેસેજ પડ્યો ભારે, નોકરી ખોવાનો વારો આવ્યો

અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.  

હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીની લહેર ફેલાઈ ગઈ છે. 11.2 ડીગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. તો અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો બનાસકાંઠાના ડીસામાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 14 ડીગ્રી તાપમાન પહોંચ્યું છે. કેશોદમાં14.5 અને રાજકોટમાં 15 ડીગ્રી તાપમાનનો પારો બતાવ્યો છે. ભુજમાં 13.9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. એક સપ્તાહ સુધી હજુ રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી છે. 

ગુજરાતમાં લસણના ભાવ અચાનક ચાર ગણા કેમ થયા? વેપારીઓના ગજવા ભરાયા, ગૃહિણીઓનું બજેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More