Home> Gujarat
Advertisement
Prev
Next

વાવાઝોડામાં કેમ ઘરની બહાર ન નીકળુ તેવી સલાહ અપાય છે, જોઈ લો વીડિયોમાં પુરાવો

Gujarat Weather Forecast : દર કલાકે 8 કિલોમીટર નજીક આવી રહી છે બિપરજોય વાવાઝોડાની આફત.... ગુજરાતના દરિયાકિનારાથી હાલ 80 કિલોમીટર દૂર છે વાવાઝોડું,,,

વાવાઝોડામાં કેમ ઘરની બહાર ન નીકળુ તેવી સલાહ અપાય છે, જોઈ લો વીડિયોમાં પુરાવો

Gujarat Cyclone Update : ગુજરાતની વધુ નજીક પહોંચી ગયું છે બિપરજોય વાવાઝોડું. હવે જખૌથી માત્ર 80 કિલોમીટર દૂર છે વાવાઝોડું. હાલ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. જેમ જેમ વાવાઝોડું આગળ આવી રહ્યું છે તેમ તેમ પવનની ગતિ વધી રહી છે. તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.  હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે. વાવાઝોડામાં લોકોને બહાર ન નીકળવાની અને સલામત સ્થળે ખસી જવાની સલાહ આવવામાં આવે છે. આવી સલાહ કેમ અપાય છે તેનો પુરાવા રુપેનો એક વીડિયો અમે અહી શેર કરી રહ્યાં છે. તેજ ગતિથી ફૂંકાતા પવનમાં બહાર નીકળશો તો શુ હાલ થશે તે અહી તમને જોવા મળશે. 

fallbacks

હાલ દ્વારકામાં જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. આવામાં દ્વારકાથી ઝી ન્યૂઝના રિપોર્ટર પાંડેએ દ્વારકા કાંઠેથી લાઈવ કર્યુ હતું. જેમાં તેજ ગતિમાં ફૂંકાતા પવન વચ્ચે તેઓએ રિપોર્ટિંગ કર્યું. ત્યારે પવનમાં શુ હાલત થાય તે જોવા માટે જુઓ વીડિયો. પવન એટલો તેજ હતો કે તેમને નીચે બેચી જવુ પડ્યુ હતું. 

વાવાઝોડાની આંખ 50-60 કિમીની હશે
સાંજના સમયે જખૌ પોર્ટની નજીક બિપરજોય વાવાઝોડું ત્રાટક્શે. આ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદ થશે. આ સમયે વાવાઝોડાની આઈનો ઘેરાવો 50-60 કિલોમીટરનો રહેશે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ 3 કલાક સુધી તેની અસર જોવા મળશે. જેમાં જામનગર, કચ્છ, દ્વારકામાં સૌથી વધુ અસર જોવા મળશે. આજે 125 KMPHની ગતિએ પવન ફૂંકાશે. સતત ત્રણ દિવસ વરસાદ રહેશે. જેમાં આ દિવસોમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 

વાવાઝોડા વચ્ચે સુરતના એક પરિવારે કર્યુ મોટું પુણ્યનું કામ, પતિનું શરીર રાખ થાય તે પહેલા 6 લોકોને નવજીવન આપ્યું

90 કિમીની ઝડપે ઝાડ અને થાંભલા ઉડે... 
વાવાઝોડા વખતે પવનની ઝડપ 120 પ્રતિ કલાકની રહેશે, પરંતુ સવાલ એ છે કે જોરદાર પવનના કારણે કેટલું નુકસાન થાય છે? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તે હવા મૃત્યુ અને નુકસાનનું કારણ બને છે. જાણો તોફાની પવનની ઝડપ કેટલી ખતરનાક છે? આ સ્થિતિ વચ્ચે તમે અંદાજો લગાવી શકો છો કે આ ચક્રવાત કેટલું ખતરનાક હોઈ શકે છે, માટે ખોટી અફવાહો પર ધ્યાન આપ્યા વિના તમે સરકારી નિર્દેશોનું પાલન કરો.  90ની સ્પીડમાં તો પવન ફુંકાય તો ઝાડ, થાંભલા અને કાચા મકાનો ઉડી જાય છે, તો કલ્પના કરો કે જ્યારે 150ની સ્પીડે પવન ફુંકાશે તો, કેવી તબાહી મચશે. તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

ચક્રવાતી તોફાન બિપરજોય જ્યારે ગુજરાતમાં પહોંચશે ત્યારે પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. આ જોરદાર પવનથી નુકસાન થશે કે કેમ તે પ્રશ્ન છે. તમે એ રીતે સમજો છો કે જ્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી કાર ક્યાંક અથડાઈ જાય છે, તો તેની અંદર બેઠેલી વ્યક્તિ બચતી નથી.

ચક્રવાતની આફત વચ્ચે BSF એ કચ્છની સરહદી વસ્તી માટે મદદનો હાથ લંબાવ્યો, PHOTOs

90ની સ્પીડમાં તો ઝાડ ઉખડી જાય
બિપરજોયની જેટલી સ્પીડ છે, તેટલી સ્પીડ ગતિમાન એક્સપ્રેસ, વંદે ભારત જેવી ભારતીય ટ્રેનોની છે. થોડો વિચારો કે, જ્યારે 35-40ની સ્પીડમાં પવન ફુંકાય તો ઝાડ અને થાંભલા ઉખડી જાય છે. જ્યારે પવનની ગતિ તેનાથી થોડી વધે તો સ્પીડ 70-90 કિમી પ્રતિ કલાકની થાય તો, ઝાડ, થાંભલાની સાથે સાથે કાચા મકાનો પણ પડી જાય છે. જ્યારે હવાની ગતિ 100-150 કિમી પ્રતિ કલાક હોય તો માણસો પણ ઉડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. તો વિચારે 150 કિ.મીની ઝડપે ફૂંકાતા પવનથી કેવી તબાહી મચશે.

કયામતની ઘડી આવી ગઈ : દરિયામાં વાવાઝોડાની સ્પીડ વધી, વધુ 20 કિમી નજીક આવ્યું

પવનની ગતિ તોફાનની તાકાત 
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો ચક્રવાતી તોફાનના કારણે પવન 31 કિલોમીટર પ્રતિ કલાક અથવા તેનાથી ઓછી ઝડપે આગળ વધે છે, તો તેને ઓછા દબાણનું ચક્રવાત કહેવામાં આવે છે. જ્યારે પવન 31 થી 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધે છે, ત્યારે તેને ડિપ્રેશન કહેવામાં આવે છે. 49 થી 61ની ઝડપે ડીપ ડિપ્રેશન, 61 થી 88ની ઝડપે ચક્રવાતી તોફાન, 88 થી 117ની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન અને 121 કિમી પ્રતિ કલાકની ઝડપે સુપર સાયક્લોન. એટલે કે Biperjoy આ સમયે સુપર સાયક્લોન બનવાની આરે છે.

કેટેગરી ઝડપ પ્રમાણે નક્કી કરવામાં આવે છે
NDM અનુસાર, જો ચક્રવાતી તોફાનના સમયે પવનની ગતિ 120 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હોય, તો તેને 01 શ્રેણીનું ચક્રવાત કહેવામાં આવે છે. આ સ્પીડમાં ઓછું નુકશાન થાય છે. 02 કેટેગરી એટલે કે 150 થી 180ની ઝડપે મધ્યમ નુકસાન, 03 કેટેગરી એટલે કે 180 થી 210ની ઝડપે વધુ નુકસાન, 04 એટલે કે 210 થી 250ની ઝડપે ગંભીર નુકસાન અને પાંચમી કેટેગરી 250 કિમી પ્રતિ કલાક અથવા તેનાથી વધુની ઝડપે તોફાન રચાય છે. તે ભયંકર નુકસાન આપીને જાય છે.

અતિભયાનક લેવલે પહોંચ્યું વાવાઝોડું : હવામાન વિભાગે આપ્યા બપોરના અપડેટ

165ની સ્પીડમાં 10,000 લોકોના જીવ ગયા હતા
આજથી 25 વર્ષ પહેલા 1998માં ગુજરાતમાં તોફાન આવ્યું હતું. તે સમયે 165 કિમી પ્રતિ કલાકની સ્પિડથી પવન ફુંકાયો હતો. આ તોફાને ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં ભયંકર તબાહી મચાવી હતી. ગુજરાત એકલામાં 1000 જેટલા લોકોના મોત થયા હતા. દેશભરમાં લગભગ 10 હજાર લોકોના મોત થયા હતા. સારી વાત એ છે કે, બિપરજોયથી હજુ સુધી કોઈ ખાસ નુકસાન થયું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More