Home> Gujarat
Advertisement
Prev
Next

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : હવેના બે દિવસ ગુજરાત માટે ભારે, આવતીકાલે સાંજે ટકરાશે વાવાઝોડું

Gujarat Weather Forecast : કચ્છના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડું..હાલ જખૌ બંદરથી 280 કિલોમીટર દૂર....દ્વારકાથી 290, નલિયાથી 300 અને પોરબંદરથી 350 કિલોમીટર દૂર છે વાવાઝોડું....
 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : હવેના બે દિવસ ગુજરાત માટે ભારે, આવતીકાલે સાંજે ટકરાશે વાવાઝોડું

Ambalal Patel Prediction : હવેના બે દિવસ ગુજરાત માટે અતિ ભારે છે. કારણ કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હવે દિશા બદલીને જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો ભયાનક આગાહી કરીને કહી દીધું કે, આ વાવોઝાડું વિનાશ લાવશે અને કારો કેર વર્તાવશે. ત્યારે હવે હવામાન વિભાગે પણ આગાહી કરીને લોકોને સતર્ક કર્યાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, આવતીકાલે સાંજે સૌથી વધુ અસર થશે. આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા જામનગર મોરબી અને આસપાસના જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે. 

fallbacks

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું કે, આવતીકાલે સાંજે કચ્છના જખૌ પોર્ટની નજીક સાયકલોન ટકરાશે. આવતીકાલે સાંજે ચક્રવાત ટકરાશે. આ સમયે ૧૨૫-૧૩૫ કિમી ઝડપે પવન ફૂંકાશે. આ સમય દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ જે વરસાદ છે, તે સૌરાષ્ટ્ર કચ્છમા સામાન્ય વરસાદ હશે. પરંતુ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પોરબંદર, મોરબી, રાજકોટ, જામનગર, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સાંજે ૪ થી ૮ વાગ્યા વચ્ચે વાવાઝોડાનુ લેન્ડફોલ થઈ શકે છે. ૧૨૫-૧૩૫ કિમી ની ઝડપે પવન ફૂંકાશે. ફોરકાસ્ટ પ્રમાણે વેરી સીવીયર સાયક્લોનિક છે, ધીરે ધીરે આગળ હવેની ગતિ ઘટશે. હાલ ૩ કિમીની ઝડપે સાયક્લોન સતત આગળ વધી રહ્યું છે. 

આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે

હવામાન વિભાગે જણાવ્યું કે, ભારે વરસાદ અને પવન ભારે રહેશે અને આવતીકાલે સાંજે ટકરાશે. સાયક્લોનની આંખમા શાંત હોય છે, પરંતુ આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત હશે. આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા, જામનગર, મોરબી અને આસપાસના જિલ્લામાં સૌથી વધુ અસર આવતીકાલે થશે. 

દ્વારકામાં ધજા ખંડિત
દ્વારકાધીશના મંદિર ઉપર લહેરાતી ધજા ખંડિત થઈ છે. બે દિવસથી દ્વારકામાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે નવી ધજા ચઢાવવામાં આવી નથી. બિપરજોય ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવે ધજા ખંડિત થતા ચક્રવાતનું સંકટ ટળ્યા બાદ નવી ધ્વજા ચઢાવવામાં આવશે. બીજી તરફ ધજા ચઢાવવા આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ધજા મંદિરમાં દ્વારકાધીશના ચરણોમાં ધરવામાં આવશે.

આજે સાંજ સુધીમાં સ્થાળાંતર પુરૂ કરવામાં આવશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક પૂર્ણ થઈ હતી. રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપતા જણાવ્યું કે, કચ્છથી હાલ વાવાઝોડું ૨૯૦ કિલોમીટર દૂર છે. અત્યાર સુધી 50 હજાર લોકોનું સ્થાળાંતર કરી દેવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં સ્થાળાંતર પૂરું કરવામાં આવશે. સાંજ સુધી બાકીના તમામનું સ્થળાંતર કરી દેવાશે. હાલ ખતરાને પહોંચી વળવા વીજ પુરવઠા માટે 200 ટીમો અલર્ટ પર રખાઈ છે. Ndrf અને SDRF ની ટીમો પહોચી ગઈ છે. હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન સેટ કરી દેવાયા છે. કુલ 55 હજાર લોકોનું સ્થળાંતર કરવાની જરૂરિયાત છે. જુનાગઢમાં 3 હજાર લોકોનુ સ્થળાંતર કરાયુ છે. કેટલાક ગામોમાં વીજળી કપાઈ હતી, ત્યાં તાત્કાલિક ટીમ મોકલી છે. દ્વારકામાં સબ સ્ટેશન ડેમેજ થયેલ છે. આ ઉપરાંત સરકાર દ્વારા હાલ વાવાઝોડાથી કોઈ મૃત્યુ ન હોવાનો દાવો કરાયો છે.  

દ્વારકામાં ધજા ખંડિત
દ્વારકાધીશના મંદિર ઉપર લહેરાતી ધજા ખંડિત થઈ છે. બે દિવસથી દ્વારકામાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે નવી ધજા ચઢાવવામાં આવી નથી. બિપરજોય ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવે ધજા ખંડિત થતા ચક્રવાતનું સંકટ ટળ્યા બાદ નવી ધ્વજા ચઢાવવામાં આવશે. બીજી તરફ ધજા ચઢાવવા આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ધજા મંદિરમાં દ્વારકાધીશના ચરણોમાં ધરવામાં આવશે.

ગઢડાનું ગોપીનાથજી દેવ મંદિર બંધ
ભક્તોની સુરક્ષાને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ ગઢડા ગોપીનાથજી દેવ મંદિરે મહત્વનો નિર્ણય લીધો છે. બિપોરજોય વાવાઝોડાને ધ્યાને રાખી ગોપીનાથજી દેવ મંદિરની ભક્તોને અપીલ કરી કે, આજથી થી ૧૬ જૂન સુધી ગોપીનાથજી દેવના દર્શને ભક્તોએ ન આવવું મંદિર પ્રસાશને કહ્યું કે, સોશિયલ મીડિયા અને મંદિરની વેબસાઈટ પર થી લાઈવ દર્શન કરવા. વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે ગઢડા ગોપીનાથજી મંદિર તરફથી ફૂડ પેકેટ અપાશે. મંદિર પ્રસાશન દ્વારા ફૂડ પેકેટ બનવવાની કામગીરી શરૂ કરાઈ છે. હાલ 5 હજાર જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવશે. મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ આ જાહેરાત કરી. 

વાવાઝોડાએ ચોથી વાર દિશા બદલી, દરિયામાં કેમ આઘુપાછું થઈ રહ્યું છે બિપોરજોય, જાણો

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : પોરબંદરથી દૂર ખસ્યું, ગુજરાતના આ વિસ્તારમાં સીધુ ત્રાટકશે

અરબ સાગર બન્યું વાવાઝોડાનું હોટસ્પોટ : બે દાયકામાં વાવાઝોડાની સંખ્યામાં 52% નો વધારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More