Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ કારણે NDRFની ટીમ નવસારી તૈનાત કરાઈ છે. હવાામાન વિભગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. નવસારીમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં કેટલો વરસાદ
આજે (સવારે છ વાગ્યા સુધી) છેલ્લા 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ ખાબક્યો છે. તો બીજી બાજુ, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
પીનારાને નશો થઈ જાય તેવી ચા બનાવે છે આ સુરતી, ચામાં નાંખે છે જાતજાતના ફળો
ગુજરાતના આ ગામમાં ખૌફનો મહોલ : ગલીઓમાં ફરે છે મગર, ગમે ત્યારે દરવાજે આવીને ઉભો રહે
નવસારીમા ઓરેન્જ એલર્ટ
નવસારી જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે NDRF તૈનાત કરી દેવાઈ છે. 6 બટાલિયનની 22 જવાનોની ટુકડીને તહેનાત છે. મોડીરાત્રે પૂર સંબંધિત બચાવ સામગ્રી સાથે ટુકડી નવસારી પહોંચી છે. તો
સવારથી NDRFની ટીમ તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે. તંત્રની સૂચના અનુસાર જરૂર પડે ત્યાં બચાવ કાર્યમાં જોડાશે.
ગુજરાતના આ પાટીદાર શિક્ષક વિદ્યાર્થીઓના છે ફેવરિટ સર, તેમનો ક્લાસ આવે મજા પડી જાય છે
કચ્છમાં ગામ વિખૂટુ પડ્યું
વરસાદના કારણે અબડાસા તાલુકાના છછી ગામ વિખૂટું પડી ગયું છે. ગામની બંને બાજુ નદીઓમાં પાણી વહી રહ્યો છે. ગામની એક બાજુ કંકાવટી નદીમાં ભારે પાણી વહી રહ્યું છે. તો બીજી બાજુ લઠેડી ગામ પાસે નદીની પાપડી પાસે ડાયવર્ઝન તૂટી જતા માર્ગ બંધ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળ્યાં છે. માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. લોકો પોતાના જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. રોડ પર નવા પુલ બનાવા માટે ડાયવર્ઝન બનાવામાં હતો. સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તો ચાલુ કરવામાં આવે.
ખુશખબરી છે ખુશખબરી! પેટ્રોલ-ડીઝલ ઘટવાના આ સમાચારથી લોકો મોજમાં આવી ગયાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે