Home> Gujarat
Advertisement
Prev
Next

શ્રાવણની શરૂઆત સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા, આ છે લેટેસ્ટ અપડેટ

Gujarat Rains : આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ. બે દિવસ માટે ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું....છોટાઉદેપુર, નર્મદા, તાપી માટે રેડ અલર્ટ....સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ઓરેન્જ અલર્ટ....
 

શ્રાવણની શરૂઆત સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા, આ છે લેટેસ્ટ અપડેટ

Heavy Rain Alert : ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે. આજે સવારથી ગુજરાતના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં ખાબક્યો પોણા ચાર ઈંચ ખાબક્યો. તો ભીલોડા, કઠલાલ અને વઘઈમાં 2.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

fallbacks

24 કલાકમાં વરસાદના આંકડા 
છેલ્લા 24 કલાકમાં ઉત્તર, મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજ્યના 77 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 9 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 8 ઈંચ વરસાદ રહ્યો.

  • શ્રાવણની શરૂઆત સાથે ફરી મેઘાવી માહોલ 
  • રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 58 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે
  • સૌથી વધુ કચ્છ ઝોનમાં 64.11 ટકા વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં પણ 62 ટકા વરસાદ વરસ્યો
  • સૌથી ઓછો સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદ
અમદાવાદ શહેરમાં ગત રોજ સાંજથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. પશ્ચિમ વિસ્તારમાં વરસાદની તીવ્રતા પૂર્વ કરતા વધુ જોવા મળી. હાલ આનંદનગર, વેજલપુર , જીવરાજ , સેટેલાઇટ. સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાયા છે. પૂર્વના નિકોલમાં આવેલા મધુમાલતી આવાસમાં આસપાસ પુનઃ વરસાદી ઉપરાંત ડ્રેનેજના પાણી ભરાયા છે. તાજેતરમાં ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈનન લોકાર્પણ બાદ પાણી નહિ ભરાવાનો દાવો amc દ્વારા કરવામાં આવ્યો હતો. 

પાલનપુરના કાણોદર નજીક હાઇવે ઉપર ભરાયા પાણી
પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા છે. હાઈવેની બંને તરફ ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. નાના વાહનોના ચાલકો પાણી માંથી પસાર થવાનું ટાળી રહ્યાં છે. ધોધમાર વરસાદના પગલે પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હાઇવે ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. 

બનાસકાઠાના તમામ જિલ્લામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રીથી તમામ પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ,વડગામમાં 8 ઇંચ,ડીસામાં પોણા ચાર ઇંચ,દાંતીવાડામાં ત્રણ ઇંચ અને પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે, પાલનપુરમાં પડેલા અઢી ઇંચ જેટલા વરસાદના કારણે પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર નજીક હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે ,હાઇવે ઉપર પાણી ભરાઈ જતા મોટા વાહન ચાલકો ધીમી ગતિએ પોતાના વાહનો પસાર કરી રહ્યા છે તો નાના વાહનો મહામુસીબતે પાણી માંથી વાહન નીકાળી રહ્યા છે તો પાણીમાં બાઈક સહિતના અનેક નાના વાહનો ખોટવાઈ જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાઇવે ઉપર પાણી ભરાઈ જતા દોઢ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા છે,સામાન્ય વરસાદમાં જ વારંવાર હાઇવે ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર આ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો અને વાહન ચાલકો કાયમી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે

પાટણમાં પાણી ભરાયા 
હવામાન વિભાગની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે જેમાં પાટણ જિલ્લામાં રાત્રિ દરમિયાન જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાવવા પામ્યો છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ અને પાટણ, સરસ્વતી તાલુકામાં દોઢ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવા પામ્યું હતું ત્યારે ખાસ કરીને પાટણ શહેરમાં આવેલ આનંદ સરોવર, પારેવા સર્કલ, ટેલીફોન એક્સચેન્જ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ગરકાવ થતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો . પાલિકા તંત્ર વરસાદ પૂર્વે પ્રી મોનસુન પ્લાન તો ઘડે છે પરંતુ સામાન્ય વરસાદમાં જ પાલિકાએ ઘડેલો પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે. તો સિદ્ધપુર માં આવેલ રસુલ તળાવ માં વરસાદી પાણી ગરકાવ થઇ જતા રહેણાંક લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ઘર માં રહેલ સર સમાન ને પણ નુકશાની થવા પામી હતી

અરવલ્લામાં ઠેર ઠેર વરસાદ
અરવલ્લી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે મોડાસા ના કોલીખડ ગામે થી પસાર થતી રેલવે લાઇન ના અંડર પાસ માં કેડ સમા પાણી ભરાઈ જતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.ગામમાં અવર જવર માટેનો એક માત્ર રસ્તો હોવાથી ગ્રામજનો ની અવર જવર બંધ થઈ છે

આંકડા અનુસાર, હાલ ઉત્તર, મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 77 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 8 ઈંચ વરસાદ, અરવલ્લીના મોડાસામાં 6 ઈંચ વરસાદ, સાબરકાંઠાના તલોદમાં 5.5 ઈંચ વરસાદ, પાટણના સિદ્ધપુરમાં પણ 5.5 ઈંચ વરસાદ, વલસાડના કપરાડા, ગાંધીનગરના દહેગામમાં 5 ઈંચ, ખેડાના કઠલાલમાં 4.25 ઈંચ વરસાદ રહ્યો. તો મહેસાણા, લુણાવાડામાં 4 ઈંચ વરસાદ વરસ્યો. મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More