Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતને મળશે યોગીને પણ આંટી મારે તેવા CM? આ ગુજરાતી સાધુને BJP દ્વારા ટિકિટ અપાય તેવી શક્યતા

ગુજરાતને મળશે યોગીને પણ આંટી મારે તેવા CM? આ ગુજરાતી સાધુને BJP દ્વારા ટિકિટ અપાય તેવી શક્યતા
  • યોગી આદિત્યનાથના ગુરૂભાઇ હોવા ઉપરાંત ગુજરાત હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ પણ છે
  • પોતાની ફાયરબ્રાંડ ઇમેજના કારણે તેઓ યોગી આદિત્યનાથની જેમ જ ટ્વીટર પર ખુબ જ પ્રખ્યાત છે

કચ્છ : હિંદૂ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યા છે. ટ્વિટર પર તમામ લોકો યોગી દેવનાથની તસ્વીરો પોસ્ટ કરી રહ્યા છે અને તેને ગુજરાતના યોગી ગણાવી રહ્યા છે. યોગી દેવનાથની તસ્વીરો ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનથાન સાથે પણ ખુબ વાયરલ થઇ રહી છે. યોગી દેવથાન પોતે પણ ટ્વીટર પર એટલા જ સક્રિય રહે છે. તેઓ સતત પોસ્ટને અને તસ્વીરો શેર કરતા રહે છે. 

fallbacks

GUJARAT CORONA UPDATE: થર્ડવેવના પડઘમ? કાચા પોચા હૃદયના લોકો કૃપા કરી આજે આંકડા ન વાંચે

અત્રે ઉલ્લેખનીય છે કે, યોગી દેવનાથ ગુજરાત હિંદુ યુવા વાહિનીના પ્રભારી છે. હાલમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તેમની કેટલીક તસ્વીરો ખુ બ વાયરલ થઇ રહી છે. જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. જ્યારે તેમની તસ્વીરો ગુજરાત ના યોગીના નામે ટ્વીટર પર ધડાધડ વાયરલ થવા લાગી ત્યારે તેઓ માધ્યમોના પણ ધ્યાન આવ્યા હતા. તેઓ કચ્છ સંત સમાજના અધ્યક્ષ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય પણ છે. લગભગ 25 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ એકલધામ આશ્રમના મહંત પણ છે. 

લો આ જ બાકી હતું? ગુજરાતમાં હવે વાંદરાઓ પણ બેકાબૂ, બાળકનું મોત, ત્રણ ઘાયલ

મીડિયા રિપોર્ટ અનુસાર નાથ સંપ્રદાય સાથે સંકળાયેલા યોગી દેવનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના ગુરૂભાઇ છે. યોગી દેવનાથ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં મજબુત પકડ ધરાવે છે. કચ્છ જિલ્લાના રાપરની વિધાનસભા સીટ પરથી આગામી વિધાનસભામાં તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે. આ અગાઉ તેઓ સપ્ટેમ્બરમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમનું ટ્વીટ વાયરલ થયું હતું. જેમાં તેમણે લખ્યું કે, 8,51,000 ફોલોઅર્સ થવા પ્રસંગે તમામ ચાહકોનો આભાર. આ ફોલોઅર્સ નહી પરંતુ મારા પરિવારનો હિસ્સો છે. તમારો એક બહેનને આ રીતે જ પ્રેમ મળતો રહે તેવી આશા. બહેન શબ્દ મુદ્દે લોકોમાં કુતુહલ વ્યાપ્યું હતું. જો કે ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમનું ટ્વીટર હેક થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More