Haryana News મહેસાણા : હરિયાણા કુસ્તી રમવા ગયેલ ગુજરાતની ટીમના ખેલાડીઓ સાથે ભેદભાવ થયા હોવાની ખબર સામે આવી છે. કુસ્તી રમવા હરિયાણા ગયેલા ગુજરાતી ખેલાડીઓ રખડી પડ્યા હતા. કોચે પોતાની એકેડેમીવાળાને પ્લેયર્સને સાચવ્યાનો આરોપ ઉઠ્યો છે. નડિયાદની સરકારી એકેડમીના પ્લેયર્સને રહેવાની સુવિધા ન આપીને ગોડાઉન જેવા હોલમાં ખેલાડીઓ રાત વિતાવવા મજબૂર બન્યા હતા.
નેશનલ કોમ્પિટીશન રમવા ગુજરાત તરફથી ગયેલા ખેલાડીઓને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના કુશ્તીના 10 ખેલાડીઓ અંડર 23 કુશ્તી નેશનલ કોમ્પિટીશન રમવા માટે હરિયાણાના રોહતક ગયા છે. રોહતકમાં રહેવા-જમવાની સુવિધા મામલે સરકારની એકેડેમીમાં પ્રેક્ટિસ કરતાં ખેલાડીઓ અને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ખેલાડીઓ વચ્ચે ભેદભાવ થયાનો આરોપ લાગ્યો છે.
શ્રીકૃષ્ણના બેટ દ્વારકાની એવી કાયાપલટ થશે કે વર્લ્ડક્લાસ આઈલેન્ડ બની જશે, આવું છે પ્લાનિંગ
ખાનગી પ્રેક્ટિસ કરતાં ખેલાડીઓએ હેડ કોચ અને મેનેજર પર આરોપ લગાવ્યો છે. રમેશ ઓલા સરકારની નડિયાદ એકેડેમીના કોચ છે અને રોહતક જે ખેલાડીઓ ગયા છે તેમના હેડ કોચ પણ છે. તો રામજી મેર ટીમના મેનેજર છે. આ સાથે જ કરણ પ્રજાપતિ, પ્રતિક પ્રજાપતિ, રાહુલ પાદ્યા, પાર્થસિંહ, ધાર્મિક ગોસ્વામી, હિતેશ લબાના ખેલાડીઓ કોમ્પિટિશન રમવા ગયા છે. 15મી ઓગસ્ટના રોજ 8 લોકો અમદાવાદથી હરિયાણા જવા માટે ટ્રેનમાં નીકળ્યા હતા. ગુજરાતમાંથી કુલ 10 જણાની ટીમ હતી. પરંતું નેશનલ કોમ્પિટીશન રમવા ગયેલા ખેલાડીઓને રીક્ષામાં લઇ જવાયા હતા.
નડિયાદની સરકારી એકેડમીના પ્લેયરોને હરિયાણામાં કોઈ સુવિધા અપાઈ ન હતી. અન્ય જગ્યાએથી આવેલા ગુજરાતના 6 પ્લેયરો સાથે ભેદભાવ કરાયાનો આક્ષેપ ઉઠ્યો છે. એકેડમીના પ્લેયર્સને હોટલમાં રખાયા હતા, જ્યારે કે અન્ય ખેલાડીઓને ગોડાઉન જેવા હોલમાં રાત્રે રાખવામાં આવ્યા હતા. જેના બાદ મેનેજર અને કોચે પોતાનો ફોન બંધ કરી નાંખ્યો હતો. એટલું જ નહિ, ખેલાડીઓને ગોડાઉનની જે જગ્યા રહેવા માટે અપાઈ હતી, ત્યાં તેમને સૂવા માટે ગાદલું પણ ન અપાયું. આમ, એસોસિએશનના પ્રેસિડેન્ટને કોલ કરતા તેમને જવાબદારીમાંથી છટકી ગયા હતા.
જે 8 લોકો અહીંથી ગયા હતા તેમાંથી 5 ખેલાડીઓ મહેસાણાના કરણ પ્રજાપતિ અને પ્રતીક પ્રજાપતિ, અમદાવાદના રાહુલ પાદ્યા, સુરતના પાર્થસિંહ, માણસાના ધાર્મિક ગોસ્વામી ઘરેથી પ્રેક્ટિસ કરે છે. બાકીના 3 ખેલાડીઓ નડિયાદની એકેડેમીના છે અને ત્યાં જ પ્રેક્ટિસ કરે છે.
હવે વડોદરાથી સડસડાટ ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, સરકાર બનાવશે હાઈસ્પીડ કોરીડોર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે