રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતી ફિલ્મોમાં કોમેડી કલાકાર તરીકે કામ કરતા ઈકબાલ કેસ્ટોનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આજે વડોદરા વાઘોડિયા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં અજાણ્યા વાહનને ટક્કરે મૃત્યુ થયું છે. ઈકબાલ કેસ્ટો 100થી ઉપરાંત ગુજરાતી ચલચિત્રમાં કોમેડિયન રોલ ભજવી ચૂક્યા છે. મૂળ ડભોઇના રહેવાસી ઈકબાલ કેસ્ટો ચલચિત્રના છોટે રમેશ મહેતા તરીકે ઓળખાતા હતા. ત્યારે ઈકબાલ કેસ્ટોના અવસાનથી ચાહક વર્ગમાં ઉદાસી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ડભોઈના રહેવાસી ઈકબાલ અહેમદ મન્સૂરી ગુજરાત ફિલ્મોમાં ઈકબાલ કેસ્ટોના નામથી પ્રખ્યાત છે. તેઓએ 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કર્યું છે. રવિવારના રોજ તેઓ નિમેટા પાસે આવેલ પોતાના મિત્રના ફાર્મ હાઉસમાં ગયા હતા. જ્યાં ગુજરાતી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. શુટિંગ પતાવીને તેઓ રવિવારે મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે નંબર 48 પર તેમના ટુ વ્હીલરને અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને તેમની ગાડીને ટક્કર મારી હતી. ઈકબાલભાઈ સાથે તેમના મિત્ર કાદર ગુલામ રસૂલ પણ હતા, જેથી ઘટના સ્થળે બંનેના મોત નિપજ્યા હતા.
ઈકબાલ કેસ્ટોએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે શુ કરીશું, ટેન્શન થઈ ગયું, પટેલની પટલાઈ, ઠાકોરની ખાનદાની સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુઁ છે. ઈકબાલ કેસ્ટોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. તો સાથે જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના નિધનના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. આ સાથે જ અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે