Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: સાંસદ રવિ કિશને ગુજરાત ચૂંટણી માટે તૈયાર કર્યું રેપ સોંગ, UPની જેમ ગુજરાતની ચૂંટણીમાં મચાવશે ધૂમ

Ravi Kishan sings rap: રવિ કિશનના આ ગીતનું નામ 'ભૈયા હો ગુજરાત મા મોદી છૈ' છે. આ ગીત મારફતે રવિ કિશન પીએમ મોદીની ઈમાનદારી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમણે બનાવેલી નીતિઓ વિશે વાત કરી છે.

VIDEO: સાંસદ રવિ કિશને ગુજરાત ચૂંટણી માટે તૈયાર કર્યું રેપ સોંગ, UPની જેમ ગુજરાતની ચૂંટણીમાં મચાવશે ધૂમ

Ravi Kishan sings rap: રવિ કિશન ભોજપુરી ફિલ્મોમાં સુપરસ્ટાર છે. તેમણે ભોજપુરી ફિલ્મોની સાથે સાથે ઘણા હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રવિ કિશન ભોજપુરી ઈન્ડરસ્ટ્રીઝ સિવાય રાજનીતિમાં પણ ઘણા એક્ટિવ છે. રવિ કિશન ભાજપના સાસંદ છે. અભિનેતાએ એક નવું કારસ્તાન કરીને સૌને ચોંકાવી દીધા છે. જી હા.. રવિ કિશનને પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એક ગીત ગાયું છે. તેના માટે રવિ કિશને પહેલીવાર ગુજરાતી અને ભોજપુરીનું મિક્સ રેપ સોંગ ગાયું છે.

fallbacks

રવિ કિશનનું નવું રેપ સોંગ
રવિ કિશનનું આ ગીત આજે રિલીઝ થઈ ગયું છે. આ ગીતના પોસ્ટરને લઈને ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. ગીતનું પોસ્ટર ખૂબ ખાસ છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા, પીએમ મોદી અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Kishan (@ravikishann)

પ્રશંસકોને ગીતનું પોસ્ટર ઘણું પસંદ પડી રહ્યું છે. આશા છે કે ગીત પણ લોકોને ખુબ પસંદ પડશે.

'ભૈયા હો ગુજરાત મા મોદી છૈ' કા ભૌકાલ
રવિ કિશનના આ ગીતનું નામ 'ભૈયા હો ગુજરાત મા મોદી છૈ' છે. આ ગીત મારફતે રવિ કિશન પીએમ મોદીની ઈમાનદારી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમણે બનાવેલી નીતિઓ વિશે વાત કરી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Kishan (@ravikishann)

જ્યારે તેમાં ગુજરાતનો વિકાસ, સોમનાથ દ્વારિકા, સરદાર પટેલની વિરાસતની વ્યાખ્યાને આવરી લેવામાં આવી છે. ગીતના લિરિક્સ મૃત્યુંજપે લખ્યા છે, જ્યારે મ્યૂઝિક મુન્ના મિશ્રાએ આપ્યું છે.

પહેલા પણ ચૂંટણી માટે ગાઈ ચૂક્યા છે ગીત
આ પહેલીવાર નથી, જ્યારે રવિ કિશને કોઈ ચૂંટણી અભિયાન માટે સ્પેશિયલ ગીત તૈયાર કર્યું હોય. અગાઉ રવિ કિશનને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભોજપુરી ગીત યૂપીમાં કા બા.. ગાયું હતું.  આ ગીતનો ખુમાર યૂપી અને બિહારના લોકો પર અત્યાર સુધી ચઢેલો છે. એવામાં મેકર્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ ગીત પણ તેના જેમ જ ગુજરાતમાં ફેમસ થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More