Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, શુભ પ્રસંગની તસવીરો આવી સામે

Rajal Barot Engagement : લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે કરી લીધી સગાઈ, રિંગ સેરેમનીનો વીડિયો સામે આવ્યો

ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, શુભ પ્રસંગની તસવીરો આવી સામે

Gujarati Singer : ગુજરાતની વધુ એક સિંગરની સગાઈના ખબર આવ્યા છે. ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટે સગાઈ કરી લીધી છે. ત્રણ બહેનોના લગ્ન કરાવીને રાજ બારોટે પિતાધર્મ નિભાવ્યો હતો. ત્યારે હવે રાજલ બારોટે પણ સગાઈ કરી લીધી છે. રાજલ બારોટની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. રાજલ બારોટ એ ફેમસ ગાયિકા છે. એમને પિતાનો વારસો જાળવી રાખ્યો છે. 

fallbacks

કોણ છે રાજલ બારોટ 
ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે. 

વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસ

ત્રણેય બહેનોના લગ્ન રાજલ બારોટે કરાવ્યા હતા
પરિવારમાં દીકરો ન હોવાથી મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલ બારોટે જ કન્યાદાન કર્યુ હતું. તે સમયે પણ રાજલ બારોટના પ્રયાસની લોકોએ પ્રશંસા કરી હતી. ત્યારે હવે રાજલ બારોટે એકસાથે પોતાની બંને નાની બહેનોને પરણાવી હતી. ગાંધીનગરના એક ફાર્મહાઉસમાં લગ્ન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. જીગ્નેશ કવિરાજ તેમજ માયાભાઈ આહિરની હાજરી પણ ખાસ બની હતી. 

બહેનો વચ્ચેનો પ્રેમ અજોડ
મણિરાજ બારોટની ચારેય દીકરીઓ વચ્ચેનો પ્રેમ અજોડ છે. આ બહેનો રક્ષાબંધનનો પર્વ પણ ખાસ રીતે ઉજવે છે. તેઓ એકબીજાને રાખડી બાંધીને તહેવારને ખાસ બનાવે છે. આમ, પરિવારનો દીકરો બનીને એકબીજાને પડખે ઉભી રહે છે. 

બોલીને પછતાયા કથાકાર રાજુબાપુ, કોળી ઠાકોર સમાજે ન સ્વીકારી માફી, આપી આ ચીમકી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More