Home> Gujarat
Advertisement
Prev
Next

ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો

geeta rabari brother death : ગીતા રબારી ઉપલેટામાં કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક તેમના પિતરાઈ ભાઈના નિધનના સમાચાર મળ્યા હતા , ગાયિકા ત્યાં જ ભાંગી પડ્યા હતા

ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો

Geeta Rabari : કચ્છની કોયલ તરીકે ઓળખાતી અને ગુજરાતની જાણીતી ગાયિકા પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. કારણ કે, ગીતા રબારીના પિતરાઈ ભાઈ મહેશ રબારીનું આકસ્મિક નિધન થયું છે. ગાયિકાએ અચાનક 39 વર્ષીય ભાઈ ગુમાવતા કાર્યક્રમ ટૂંકાવીને ઘરે દોડ્યા હતા. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીતા રબારી ગુજરાતની જાણીતી ગાયિકા છે. ત્યારે ગીતા રબારીના 39 વર્ષીય પિતરાઈ ભાઈ મહેશ રબારીનું આકસ્મિક નિધન થયું છે. ગીતાબેને ભાઈના નિધન અંગે એક પોસ્ટ દ્વારા જાણ કરી હતી. મહેશ રબારીનું તારીખ 24 નવેમ્બરના રોજ નિધન થયું હતું. પિતરાઈ ભાઈના નિધનની જાણ થતા જ ગીતા રબારી ચાલુ કાર્યક્રમ છોડીને નીકળી ગયા હતા. ગીતા રબારી ધોરાજીના ઉપલેટામાં કાર્યક્રમ કરી રહ્યા હતા, ત્યારે આ સમાચાર તેમને મળ્યા હતા, જેના બાદ તેઓ તાત્કાલિક વતન અંજારના ટપ્પરમાં પહોંચ્યા હતા.

 

 

મહેશ રબારીનું બેસણું
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશ રબારીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. મહેશ રબારી અંજારના ટપ્પરના ગામના વતની હતા. મહેશ રબારીનું બેસણું 27 નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યુ છે. 

અનેક કલાકારોએ શ્રદ્ધાંજલિ અર્પી
મહેશ રબારીના નિધન પર ગુજરાતના અનેક જાણીતા કલાકારોએ શ્રદ્ધાંજલિ અર્પી છે. કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવીએ શોક વ્યક્ત કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More