Jammu Kashmir News : જમ્મુ-કાશ્મીરમાં પોલીસે દસ દિવસ પહેલા એક એવા મહાઠગની ધરપકડ કરી છે, જે પોતાને આખા જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો હતો. આ શખ્સ ગુજરાતી હોવાનું ખૂલ્યું છે. તેનું નામ કિરણ પટેલ હોવાનું સામે આવ્યું છે. તે આખા જમ્મુમાં પોતાને PMO ના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. એટલું જ નહિ, કિરણ પટેલ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ વચ્ચે ફરતો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.
કોણ છે મહાઠગ કિરણ પટેલ
જમ્મુ-કાશ્મીર પોલીસ માટે કિરણ પટેલ એક મોટો કોયડો બન્યો છે. કારણ કે તેણે જમ્મુ-કાશ્મીરમાં અનેક દિવસો સુધી છેતરપીંડી કરે છે. તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ કિરણ પટેલ સામે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs
કિરણ પટેલની પ્રોફાઈલ સાચી કે ખોટી
મહાઠગ કિરણ પટેલે પોતાની સોશિયલ મીડિયા પર ઓળખ આપી છે. તેણે ટ્વિટર બાયોમાં લખ્યું છે કે, તેણે પીએચડી કર્યું છે. જોકે પોલીસ તેની ડિગ્રી સાચી છે કે ખોટી તેની પણ જમ્મુ પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો
કિરણ પટેલે અનેક બેઠકો કરે
કિરણ પટેલે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ, તેણે અનેક અધિકારીઓ સાથે ગુજરાતમાંથી પ્રવાસી લાવવા માટે બેઠકો પણ કરી હતી. ત્યારે આ ઠગનો હેતુ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગુપ્તચર એજન્સી પણ તેના વિશે એલર્ટ આપી દેવાયું છે. તેણે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસનના નામે અનેક સ્થળોની મુલાકાત કરી છે. તેથી હિલચાલ શંકાસ્પદ લાગતા હાલ તેની તપાસ ચાલી રહી છે.
ગમે તેવી આફતમાં પણ ગુજરાતના આ મંદિરમાં ચાલુ રહે છે રામધૂન, ભૂકંપ-વાવાઝોડામાં ન અટકી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે