Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની ખુશીઓવાળી દિવાળી પાછી આવી, કોરોના બાદ પહેલીવાર રોનક દેખાઈ

કોરોના મહામારીને કારણે ગત દિવાળી (diwali) લોકો માટે બહુ જ ટેન્શનવાળી રહી હતી. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ઓછી થતા દિવાળીની રોનક ફરી પાછી આવી છે. લોકો ઘરની બહાર નીકળ્યા છે, તો માર્કેટમાં પણ રોનક જોવા મળી છે. વેપાર ધંધો ખૂલતા બજારોમાં પણ તેજી જોવા મળી  છે. ખુશીઓવાળી દિવાળી (Gujarati new year) પાછી આવી. નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો જુસ્સો જોવા મળ્યો છે. 

ગુજરાતની ખુશીઓવાળી દિવાળી પાછી આવી, કોરોના બાદ પહેલીવાર રોનક દેખાઈ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારીને કારણે ગત દિવાળી (diwali) લોકો માટે બહુ જ ટેન્શનવાળી રહી હતી. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ઓછી થતા દિવાળીની રોનક ફરી પાછી આવી છે. લોકો ઘરની બહાર નીકળ્યા છે, તો માર્કેટમાં પણ રોનક જોવા મળી છે. વેપાર ધંધો ખૂલતા બજારોમાં પણ તેજી જોવા મળી  છે. ખુશીઓવાળી દિવાળી (Gujarati new year) પાછી આવી. નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો જુસ્સો જોવા મળ્યો છે. 

fallbacks

નવા વર્ષ (new year) ની શરૂઆત સાથે જ મંદિરોમાં પણ ભક્તો ઉમટ્યા છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં પણ નવા વર્ષની વિશેષ ઉજવણી કરાઈ. ગોવર્ધન પૂજા અને અન્નકૂટના વિશેષ દર્શન ભક્તોને કરવા મળી રહ્યાં છે. કોરોના કાળ બાદ આ વખતે દિવાળીના તહેવારોની રોનક જોવા મળી છે. 

તો બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) નવા વર્ષની શરૂઆત મંદિરોમાં દેવ દર્શન સાથે કરી છે. વહેલી સવારે તેઓ પંચદેવ મંદિરમાં પૂજા-અર્ચન માટે પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ગુજરાતને શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ આપી. સાથે આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત બને તેવી શુભેચ્છાઓ  આપી. ત્યાર બાદ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિર દર્શન કરવા માટે પહોંચ્યા હતા. 

આ સાથે જ, મહેસુલ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પંચદેવ મંદિરના દર્શન કર્યા હતા. તેમણે નવા વર્ષની સૌને આપી શુભકામનાઓ આપી રાજ્યમાં કોરોના જેવી મહામારી નષ્ટ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More