Home> Gujarat
Advertisement
Prev
Next

યુગાન્ડામાં ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું અકસ્માતમાં મોત, સળગેલી કારમાંથી બહાર ન નીકળી શક્યા

Businessman Rajiv Ruparelia dies in Accident : મૂળ ગુજરાતી અને આફ્રિકામાં સ્થાયી થયેલા સુધીર રૂપારેલિયાની દીકરા રાજીવ રૂપારેલિયાનું શનિવારે અકસ્માતમાં મોત નિપજ્યું 

યુગાન્ડામાં ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું અકસ્માતમાં મોત, સળગેલી કારમાંથી બહાર ન નીકળી શક્યા

gujarati industrialist : સમગ્ર આફ્રિકામાં અબજોપતિઓના લિસ્ટમાં આવતા અને યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂપારેલિયાના પુત્ર રાજીવ રૂપારેલિયાનું શનિવારે 3 મે, 2025 ના રોજ સવારે એક જીવલેણ કાર અકસ્માતમાં નિધન થયું છે. અકસ્માત વાકિસો જિલ્લાના બુસાબાલા ફ્લાયઓવર પાસે સર્જાયો હતો. 

fallbacks

પ્રાપ્ત અહેવાલો અનુસાર, રાજીવ ઉચ્ચ-પ્રદર્શનવાળી નિસાન GTR ચલાવી રહ્યા હતા ત્યારે તેમની કાર ફ્લાયઓવર નજીક કામચલાઉ કોંક્રિટ બેરિયર્સ સાથે અથડાયું. કાર પલટી ગઈ અને તરત જ આગ લાગી હતી. અકસ્માતમાં રાજીવ રૂપારેલિયા પોતાને બચાવી શક્યા ન હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

દુર્ઘટનાના થોડા કલાકો પહેલા જ રાજીવ રૂપારેલિયા લંડનથી પરત ફર્યા હતા, અને મુન્યોન્યો જઈ રહ્યો હતો. જ્યાં તેઓ એક મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમના મૃત્યુથી રૂપારેલિયા પરિવારમાં આઘાત છવાયો છે. 

હવામાન વિભાગની મોટી ચેતવણી : આજે ગુજરાતમાં તોફાની વરસાદનું તાંડવ થશે, 12 જિલ્લામાં કરા પડવાનું એલર્ટ

35 વર્ષીય રાજીવ રૂપારેલિયા સમગ્ર રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતા, જે એક વ્યાપાર સામ્રાજ્ય છે. તે આફ્રિકામાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ અને નાણાકીય ક્ષેત્રોમાં ફેલાયેલું છે. રાજીવે હાલના કાર્યોને આધુનિક બનાવ્યા અને યુગાન્ડામાં હજારો નોકરીઓનું સર્જન કર્યું. તેઓ ફક્ત તેમના વ્યવસાયિક કુશળતા માટે જ નહીં, પરંતુ ઉમદા સ્વભાવને કારણે પણ જાણીતા હતા. રાજીવ યુગાન્ડાના વિકાસ અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ આધુનિક ઉદ્યોગસાહસિક તરીકે ઉભા રહ્યા.

રૂપારેલિયા પરિવારે જાહેરાત કરી છે કે યુગાન્ડાના ઉદ્યોગપતિ સુધીર રૂપારેલિયાના એકમાત્ર પુત્ર રાજીવ રૂપારેલિયાનું શનિવારે કાર અકસ્માતમાં દુ:ખદ અવસાન થયા બાદ મંગળવારે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રૂપારેલિયા પરિવારનો ઈતિહાસ 
ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના 50 ધનવાનોની યાદીમાં જે ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે તેમાં સુધીર રૂપારેલિયાનું નામ આવે છે. શૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓમાં સુધીર રૂપારેલિયા પ્રખ્યાત છે. ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ કરેલા ધંધાને સુધીર રૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું. યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો. નાની બચત કરી ફરી યુગાન્ડા આવ્યા. યુગાન્ડામાં સાહસ અને બુદ્ધિક્ષમતાના જોરે નવા નવા બિઝનેસમાં ઝંપલાવ્યું. એક પછી એક સફળતાના સોપાન પાર કરતા ગયા અને આજે રૂપારેલીયા ગ્રુપ ઓફ કંપનીઝે આફ્રિકામાં કાઠું કાઢ્યું છે. સુધીર રૂપારેલીયા કરોડોની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે.  

અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં વરસાદ આવ્યો, ગાજવીજ સાથે પવન ફુંકાયો, ગરમીથી થયો છુટકારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More