Home> Gujarat
Advertisement
Prev
Next

રશિયા-યુક્રેન યુદ્ધમાં ગુજરાતી યુવકનું મોત, રશિયન આર્મીમાં સહાયક તરીકે જોડાયો હતો

Russia Ukraine war : રશિયા-યૂક્રેન યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવક હેમિલ માંગુકિયાનું મોત થયું, એજન્ટ દ્વારા ધંધાર્થે રશિયા પહોંચ્યો હતો હેમિલ માંગુકિયા

રશિયા-યુક્રેન યુદ્ધમાં ગુજરાતી યુવકનું મોત, રશિયન આર્મીમાં સહાયક તરીકે જોડાયો હતો

indian workers in russia પ્રશાંત ઢીવરે/સુરત : રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત નિપજ્યું છે. 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત નિપજ્યું છે. હેમિલ માંગુકિયા રશિયાની આર્મી માં સહાયક તરીકે ભરતી થયો હતો. બાબા બ્લોગ થકી જાહેરાત આવી હતી. બાબા બ્લોગના જાહેરાત થકી અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નઈ ગયો હતો. ચેન્નાઈ થી રશિયા મોસ્કો લઇ જવામાં આવ્યો હતો. રશિયા યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં હેમિલનું મોત નિપજ્યું છે. 

fallbacks

હેમિલે યુટ્યુબ પર નોકરીની શોધી કરી હતી 
સુરતના વેલેંજા શિવ બંગલોમાં રહેતાં અશ્વિનભાઈ માંગુકિયા મૂળ સૌરષ્ટ્રના વતની છે. તેઓ સુરતમાં લેસ પટ્ટીનું કામકાજ કરે છે. તેમને પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેમનો 23 વર્ષીય પુત્ર અશ્વિન માંગુકિયાને વિદેશ નોકરી કરવા માગતો હતો. નોકરી પર લાગવા માટે youtube પર સતત સર્ચ મારતો રહેતો હતો. Youtube વિડીયો મારફતે બાબા નામની વેબસાઈટ પર ગયો હતો. વેબસાઈટ તકી નોકરી માટે સંપર્ક કર્યો હતો. ત્યારે યુવકને રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીની ઓફર આપવામાં આવી હતી. 2023 માં ડિસેમ્બર મહિનામાં અશ્વિન રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીએ લાગી ગયો હતો. અશ્વિન નોકરીએ લાગ્યા બાદ પરિવાર સાથે ટેલિફોનિક અને વીડિયો કોલ પર વાત કરતો રહેતો હતો. અશ્વિન પરિવારને કહેતો હતો કે આર્મી ઓફિસની અંદર જ માટે કામ કરવાનું રહેતું હોય છે. 

ગુજરાતીઓને મોતના રસ્તે અમેરિકા પહોંચાડતો હર્ષ પટેલ પકડાયો : ડિંગુચા કેસનો મોટો આરોપી

હેમિલને હથિયાર ચલાવવાની તાલીમ અપાઈ હતી 
અશ્વિનને સહાયક તરીકે નોકરીએ રાખ્યા બાદ રશિયા આર્મીએ અશ્વિનને લાખો રૂપિયા પગાર આપવાની લાલચ અપાઈ હતી. તેને હથિયાર ચલાવવાની તાલીમ આપી આર્મીમાં ભરતી કરી લેવાયો હતો. અશ્વિનને રશિયાઈ યુકેન યુદ્ધમાં હથિયાર આપી યુદ્ધ લડવા માટે ઉતારી દીધો હતો. જ્યાં અશ્વિનનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું છે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે. 

પરિવારે વધુમાં જણાવ્યું છે કે ભારતના યુવાનોને રશિયામાં નોકરીની લાલચ આપી તેમને આર્મીમાં ભરતી કરી લેવામાં આવી રહ્યું છે. યુવાનનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. સરકારને વિનંતી છે કે અશ્વિનનાં મૃતદેહને ભારત લાવી પરિવારની સોંપવામાં આવે તેવી પરિવારજનો સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે

ભારતીય યુવકોને ખોટું કહીને યુદ્ધમાં લડવા લઈ જવાય છે 
મહત્વની વાત એ છે કે કે રશિયા હવે યુક્રેન સામે યુદ્ધ લડવા માટે અન્ય દેશના જવાનોને બોલાવી રહ્યું છે. એ વખતે આ મુદ્દો વધારે ચર્ચાતો ન હતો. પરંતુ 2 દિવસ પૂર્વે હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ગત ડિસેમ્બર મહિનામાં રશિયા ગયેલા આ ગ્રૂપમાં ગુજરાતમાંથી બે યુવકો સામેલ હતા. જ્યારે સુરતના વેલંજા શિવ બંગલોમાં રહેતાં 23 વર્ષીય અશ્વિન માંગુકિયાનું રશિયાય યુક્રેન યુદ્ધમાં મોત નિપજ્યું છે. 

 

નર્મદ યુનિ. પહેલાવીર મરણોપરાંત ડિગ્રી આપશે, ચાલુ PhD માં પ્રોફેસરનું થયું હતું મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More