Home> Gujarat
Advertisement
Prev
Next

'દોઢ કરોડ ઉછીના લઈને અમેરિકા ગયા'ને હવે ફસાયા...', ગુજરાતીઓની સામે આવી વ્યથા!

અમેરિકાથી ડિપાર્ટ થયેલા લોકોના પરિવાજનોની વ્યથા સામે આવી રહી છે. અમેરિકામાં જવા માટે ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચે છે. કેટલાક લોકોએ 50-70 લાખ પ્રતિ વ્યક્તિ અને પરિવારના 1.50 કરોડ રૂપિયા ચૂકવી પણ દીધા છે. હવે ડીપોર્ટના ડરના કારણે તેઓની હાલત કફોડી બની ગઈ છે.

'દોઢ કરોડ ઉછીના લઈને અમેરિકા ગયા'ને હવે ફસાયા...', ગુજરાતીઓની સામે આવી વ્યથા!

ઝી બ્યુરો/અમદાવાદ: ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી લાખો ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાથી ડીપાર્ટ કરાયેલ ભારતના 205 લોકોને ભારત પરત મોકલવામા આવ્યા છે, ત્યારે ગુજરાતના 37 લોકો પરત આવતા હોવાની યાદી સામે આવી છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટથી પોતાના વતન પહોંચી રહ્યા છે, અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પોલીસની ગાડીઓમાં ઘરે જવા રવાના કરવામાં આવ્યા છે. હાલ જિલ્લા મુજબ પોલીસની ગાડીમાં સાથે જ ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

fallbacks

પરિવાર સાથે ઝેર પીવાની નોબત આવી શકે તેવી છે સ્થિતિ!
બીજી બાજુ અમેરિકાથી ડિપાર્ટ થયેલા લોકોના પરિવાજનોની વ્યથા સામે આવી રહી છે. અમેરિકામાં જવા માટે ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચે છે. કેટલાક લોકોએ 50-70 લાખ પ્રતિ વ્યક્તિ અને પરિવારના 1.50 કરોડ રૂપિયા ચૂકવી પણ દીધા છે. હવે ડીપોર્ટના ડરના કારણે તેઓની હાલત કફોડી બની ગઈ છે, કારણ કે જો તેઓને ડીપોર્ટ કરવામાં આવે તો પરિવાર સાથે ઝેર પીવાની નોબત આવી શકે તેવી વાત તેઓએ કરી છે. 

પહેલાનું અને અમેરિકા આવવા માટેનું દેવું ચૂકવાયું જ નથી
છ મહિના પહેલાં જ પરિવાર સાથે અમેરિકા જવા માટે 1.50 કરોડ રૂપિયા ચૂકવવાના છે. આ અંગે વાત કરતા પરિવારે જણાવ્યું હતું કે અમારે દેવું થઈ જતા અમેરિકા જવાનું નક્કી કર્યુ હતું. ત્યારે સમાજના જ નાના કરતાં મોટા શહેરોમાં અમેરિકાની પોલીસ દ્વારા કડક તપાસ આગેવાને 1.50 કરોડ ચૂકવવા માટેની બોલી સ્વીકારી હતી. જેથી રકમ એજન્ટને ચૂકવી દેવામાં આવી છે. અમારે ગયાને છ મહિનાનો સમય થયો છે હવે અમને પાછા મોકલી દેવામાં આવ્યા છે તો પહેલાનું અને અમેરિકા આવવા માટેનું દેવું ચૂકવાયું જ નથી. તેના કારણે અમારે તો ઝેર જ પીવાનો વારો આવે તેમ છે. 

આ રીતે જ છ મહિનાના ટ્રાવેલ્સ વિઝા લઈને ગયા બાદ પરત જ નહીં આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે 70 લાખ રૂપિયા ચૂકવીને અમેરિકા આવ્યા છીએ. તેમાં એજન્ટને પહેલેથી જ શરત -કરવામાં આવી હતી કે અમેરિકા નક્કી કરેલી જગ્યા પર પહોંચાડે એટલે નાણાં ચૂકવી દેવાના હોય છે. તે રીતે નાણાં તો ચૂકવી દેવામાં આવ્યા છે. પરંતુ પાછા મોકલવામાં આવે તો શું કરવું તે જ મોટો સવાલ આવીને ઊભો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More