Home> Gujarat
Advertisement
Prev
Next

છાશવારે આબુ જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, નક્કી લેક જાઓ તો આટલું કરજો નહિ તો રૂપિયા જશે

Nakki Lake Declared As Buffer Zone Mount Abu : માઉન્ટ આબુના પ્રખ્યાત નક્કી તળાવના 100 મીટર વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો. ગાંધી વાટિકા અને નિર્મલા સ્કૂલ પાસે અતિક્રમણ દૂર કરાયું, ફેરિયાઓ સામે કાર્યવાહી કરાઈ કરાઈ
 

છાશવારે આબુ જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, નક્કી લેક જાઓ તો આટલું કરજો નહિ તો રૂપિયા જશે

Mount Abu ; માઉન્ટ આબુ જનારા ગુજરાતીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. આબુના ફેમસ નક્કી લેક પર હવે ફૂડ બજાર નહિ જોવા મળે. કારણ કે, ગાંધી વાટિકાથી ખાણી-પીણીના સ્ટોલ હટાવાશે. એટલું જ નહિ, નૌકાવિહાર કરાવતાં લોકોને પણ કડક ચેતવણી આપવામાં આવી છે.

fallbacks

માઉન્ટ આબુ એટલે ગુજરાતીઓનું બીજું ઘર. અમદાવાદથી ગમે ત્યારે આબુ ઉપડી જનારો વર્ગ બહુ મોટો છે. જેઓ શનિ-રવિવાની રજાઓમાં માઉન્ટ આબુ જતા રહે છે. રજાઓમાં માઉન્ટ આબુ ગુજરાતીઓથી ભરાયેલું હોય છે. ત્યારે માઉન્ટ આબુ જનારા ગુજરાતીઓને મોટો ઝટકો લાગવાનો છે. માઉન્ટ આબુનુ ફેમસ સ્પોટ નક્કી લેક પાસે જ હવે તંત્ર કડક બન્યુ છે. નક્કી લેક પાસે કચરો કરનાર પર મોટી કાર્યવાહી કરવામાં આવશે. 

ગાંધીનગરના કાવાદાવા : મુખ્યમંત્રીને પોતાની ચેમ્બરમાં જોઈ ગભરાયા IAS અધિકારી

જો હવે નકી લેક પાસે ગંદકી કરી તો 5 હજારનો દંડ આપવો પડશે. નક્કી લેક પાસેના 100 મીટરના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. બફર જોનમાં કોમર્શિયલ ગતિવિધિ પર પ્રતિબંધ મૂકાયો છે. 

નકી લેક પર કચરો નાખનારાઓ સામે કડક કાર્યવાહી
ગાંધી વાટિકામાંથી વિક્રેતાઓને દૂર કરવામાં આવ્યા છે. હવે વાટિકા સંપૂર્ણપણે વિક્રેતા મુક્ત રહેશે. શહેરના SDM ડૉ. અંશુ પ્રિયાએ ગાંધી વાટિકાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં નક્કી લેક પર બોટિંગ સંચાલકોએ દરરોજ 5000 રૂપિયા દંડ ભરવો પડશે. તેમજ કચરો નાંખનારાઓ પર દંડ લાદવાની તૈયારી કરાઈ છે. સુધારેલા માસ્ટર પ્લાનમાં નકી લેક નજીક 100 મીટર બફર ઝોન જાહેર કરવામાં આવ્યો, બફર ઝોનમાં વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે. 

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે અતિભારે વરસાદ ત્રાટકશે, હવામાન વિભાગની મોટી ચેતવણી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More