Home> Gujarat
Advertisement
Prev
Next

રામલલ્લાના સૌથી મોટા દાનવીર ગુજરાતી : સુરતના ડાયમંડ કિંગે અર્પણ કર્યો 11 કરોડનો સોનાનો મુગટ

Ayodhya Ram Mandir Prana Pratishtha : સુરતના હીરા ઉદ્યોગકાર અને ગ્રીન લેબ ડાયમંડના સંચાલક મુકેશ પટેલે રામલલાને 11 કરોડની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો

રામલલ્લાના સૌથી મોટા દાનવીર ગુજરાતી : સુરતના ડાયમંડ કિંગે અર્પણ કર્યો 11 કરોડનો સોનાનો મુગટ

Surat News : અયોધ્યાના રામ મંદિર માટે ગુજરાતીઓ મોટા દાનવીર બન્યા છે. તેમાં પણ સુરતીઓ ખરા અર્થમાં દાનવીર કર્ણ સાબિત થયા છે. સુરતના વધુ એક મોટા વેપારીએ રામ લલ્લા માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. સુરતના ડાયમંડ કારોબારી મુકેશ પટેલના પરિવારે રામ લલ્લા માટે 11 કરોડના મુગટનું દાન કર્યું છે. મુકેશ પટેલનો સમગ્ર પરિવાર આ મુગટના દાન માટે પરિવાર સહિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે પ્રભુ શ્રીરામના ચરણોમાં આ મુગટ અર્પણ કર્યો હતો. 

fallbacks

મુકેશ પટેલ સુરતના જાણીતા ડાયમંડ કારોબારી છે. તેઓ ગ્રીન લૈબ ડાયમંડ કંપની ધરાવે છે. પોતાની કંપનીમાં બેલ સોનું, ડાયમંડ ને નીલમ જડિત 6 કિલો સોનાના વજનવાળ ભગવાન રામલલ્લા માટે મુકુટ તેઓએ તૈયાર કરાવ્યો હતો. જેની કિંમત 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

રામ મંદિરની ખુશીમાં ફોડેલા ફટાકડાથી બે ઘરમાં લાગી આગ, વલસાડમાં બની મોટી દુર્ઘટના

રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યો
આ મુકુટ ભેટ કરવા માટે મુકેશ પટેલ આખા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા પહોચ્યા હતા. તેના બાદ 22 જાન્યુઆરીના રોજ તેઓએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને રામ લલ્લા માટે તૈયાર કરવામાં આવેલ સોના-હીરાના મુકુટને અર્પણ કર્યો.

વિશ્વ હિન્દુ પરિષદના ખજાનજી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે,ગ્રીન લૈબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અધોધ્યાના નવનિર્મિત રામ મંદિર માટે કેટલાક આભૂષણ અર્પણ કરવાનું વિચાર્યુ હતું. જેથી તેઓએ પરિવાર સાથે ચર્ચા કરીને શ્રીરામ માટે સોના અને આભૂષણોથી જડિત મુકુટ અર્પણ કર્યો હતો.

અંબાલાલ પટેલની આગાહી : આવતીકાલથી ફરી કમોસમી વરસાદ ત્રાટકશે, આ જિલ્લાનો વારો પડશે

આ રીતે તૈયાર કરાયો મુકુટ
ભગવાન રામલલ્લાની મૂર્તિના મુકુટનું માપ લેવા માટે કંપની દ્વારા બે કર્મચારી અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. કંપનીના કર્મચારી મૂર્તિનું માપ લઈને સુરત આવ્યા હતા. તેના બાદ મુકુટ બનાવવાનું કામ શરૂ કરાયુ હતું. 6 કિલો વજનના આ મુકુટમાં 4 કિલો સોનાનો વપરાશ થયો છે. આ ઉપરાતં નાના-મોટા ડાયમંડ, માણેક, મોતી અને નીલમના રત્ન જડાયા છે. 

મળો આ માણસને, જેમણે IIT છોડ્યું, UPSC પાસ કરી 12 વર્ષ પછી IAS બનીને રાજીનામું આપ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More