Home> Gujarat
Advertisement
Prev
Next

રામ મંદિર માટે આ બે ગુજરાતીઓએ આપ્યા સૌથી વધુ રૂપિયા, મળ્યું આમંત્રણ

Ayodhya Ram Mandir Prana Pratishtha : મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું... તો ગોવિંદ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું છે
 

રામ મંદિર માટે આ બે ગુજરાતીઓએ આપ્યા સૌથી વધુ રૂપિયા, મળ્યું આમંત્રણ

Ayodhya Ram Mandir : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે રામ મંદિર માટે અનેક ગુજરાતીઓએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે આ ગુજરાતીઓને પણ આમંત્રણ મળ્યા છે. રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 16.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

fallbacks

રામ મંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે 5 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. રામ મંદિર માટે ફાળો એકઠો કરવાનું અભિયાન, 14 જાન્યુઆરી, 2021 ના રોજ શરૂ કરાયું છે, જેમાં સૌથી પહેલો ફાળો રામનાથ કોવિંદ 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે 5 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. તો સુરતા મહેશ કબૂતરવાલાએ 5 કરોડ રૂપિયા મંદિર માટે દાન કર્યા છે. તેમનુ નામ ભારતના કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ટોચ પર છે. તો સુરતના લવજી બાદશાહે 1 કરોડનું દાન પણ કર્યું છે. 

આગામી બે દિવસમા મુસાફરી કરવી હોય તો વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચજો, નહિ તો ફ્લાઈટ જશે

આ સુરતીઓને મળ્યા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સત્તાવાર આમંત્રણ

ગોવિંદભાઇ ધોળકીયા - શ્રીરામકૃષ્ણ એક્ષ્‍પોર્ટ દાન રૂ.11 કરોડ
જયંતિભાઇ કબૂતરવાલા - કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ
સવજીભાઇ ધોળકીયા - શ્રીહરી કૃષ્ણએક્ષ્‍પોર્ટ
લવજીભાઇ બાદશાહ - ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટ
ઘનશ્યામભાઇ શંકર - હીરા ઉદ્યોગપતિ
પ્રભુજી ચૌધરી
સંજયભાઇ સરાવગી - ટેક્ષ્‍ટાઈલ ઉદ્યોગકાર
વિનોદભાઇ અગ્રવાલ
દ્વારકાદાસ મારુ
જગદીશભાઇ પ્રયાગ
સી.પી. વાનાણી
દિનેશભાઇ નાવડીયા - હીરા ઉદ્યોગકાર
અરજણભાઇ ધોળકીયા

દુબઈ પ્રેસિડન્ટ માટે પ્રોટોકોલ તોડશે PM મોદી : વિશ્વભરની નજર હાલ Vibrant Gujarat પર

આમંત્રણ મોકલાઈ રહ્યાં છે 
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ દેશભરમાં આ માટેનો ઉત્સાહ વહી રહ્યો છે. 22મી જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓ સમગ્ર દેશમાં થઈ રહી છે. ઐતિહાસિક મહોત્સવ માટે અયોધ્યામાં અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીના એક ટ્વિટથી લોકોના ઉત્સાહમાં વધારો થયો છે. દેશભરમાં લોકોને આમંત્રણ મોકલાઈ રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તારીખ 22મી જાન્યુઆરી 2024 ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે.

ગુજરાતને રક્તરંજિત કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ગોધરા રમખાણોનો બદલો લેવાનો હતો મનસૂબો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More