Home> Gujarat
Advertisement
Prev
Next

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ધબકાર ગણાતી 100 વર્ષ જૂની બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન થશે બંધ

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ધબકાર ગણાતી 100 વર્ષ જૂની બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન થશે બંધ
  • રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે અને તેની જાહેરાત પણ કરી દીધી.
  • આ નેરોગેજ ટ્રેનો 100 વર્ષ અગાઉ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ સરકાર પાસેથી શરૂ કરાવી હતી

સ્નેહલ પટેલ/નવસારી :ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી જોવા મળી. સાથે જ નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Billimora-Waghai Heritage train) બંધ થતા લોકો નારાજ થયા છે.  

fallbacks

નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન સહિત રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે અને તેની જાહેરાત પણ કરી દીધી છે. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહિ હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવો એક પત્ર ચર્ચગેટ મુંબઇ ખાતે મોકલી આપ્યો છે. ડાંગ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ટ્રેન હોય સાથે આ ટ્રેનમાં બેસીને લોકો સુરત, વાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પણ અવર જવર કરતા હોય છે. ત્યારે ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે. ગુજરાતમાં એક તરફ કરોડોના ખર્ચે બૂલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય, ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેનને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પૂરાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ નેરોગેજ ટ્રેનો 100 વર્ષ અગાઉ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ સરકાર પાસેથી શરૂ કરાવી હતી. જેમાં ઊંડાણવાળા જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને સુવિધા મળે અને ત્યાં અંગ્રેજોને સાગી ઇમારતી, સીસમના લાકડાની લાવવાની સુવિધા મળી રહે તે માટે શરૂ કરાઈ હતી. કાળક્રમે વાહનવ્યવહાર વધવાની સાથે આ નેરોગેજનો પ્રવાસ લાંબો લાગતા લોકોએ તેનો ઉપયોગ ઓછો કર્યો હતો. પરિણામે તેને ચલાવવુ રેલવે માટે ખોટનો ધંધો થયો હતો. તેમાં પણ વીજળી અને ડીઝલના ભાવમાં વધારો હોઈ સ્ટાફ વગેરેનો પ્રશ્ન હોય એમ દિન-પ્રતિદિન આ ટ્રેનો ચલાવવી રેલવેની પરવડતી ન હતી. આથી રેલવે દ્વારા ગુજરાતની આ તમામ 11 નેરોગેજ ટ્રેનોને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

વલસાડથી ડાંગ જિલ્લાને જોડે છે ટ્રેન સેવા
આ નેરોગેજ ટ્રેન સેવા વલસાડ જિલ્લામાં બીલીમોરાને ડાંગ જિલ્લામાં બનેલ વઘઈ જંક્શન સાથે જોડે છે. આ રુટનું અંતર અંદાજે 63 કિલોમીટર છે. તેમાં મોટાભાગનો વિસ્તાર એવો છે, જે રોડ કનેક્ટિવિટીથી સાવ દૂર છે અને ત્યાંના લોકો માટે એકમાત્ર ટ્રેન સુવિધા જ મોટો સહારો છે. આ ટ્રેનમાં કુલ 5 કોચ છે અને તેનું મેક્સિમમ ભાડુ 15 રૂપિયા છે. ગુજરાતના આ હિસ્સામાં રહેતા આદિવાલી આ ટ્રેનના માધ્યમથી જંગલમાં ઉગતી શાકભાજી અને અન્ય ખેતપેદાશોને બિલીમોરા સુધી લઈ જાય છે. 

આદિવાસીઓએ નારાજગી વ્યકત કરી
બિલીમોરામાં કામ કરતા ડાંગના ગરીબ મજૂરો પણ પોતાની રોજની અવરજવર માટે આ ટ્રેનનો ઉપયોગ કરે છે. આ ટ્રેન સેવા બંધ થવાની જાહેરાત થયા બાદ આ આદિવાસીઓને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. આદિવાસીઓએ રેલ મંત્રાલયના નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરીને વલસાડના સાંસદ ડો. કેસી પટેલ અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલને મળીને તેને ફરી શરૂ કરવાની માંગ કરી છે. આ ટ્રેન બંધ થવાથી આદિવાસી વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડવાની હોય જેને ધ્યાને લઈ તેનો વિરોધ કરી આગામી સમયમાં જો ટ્રેનને બંધ કરવાનો નિર્ણય પાછો ન ખેંચવામાં આવે તો આંદોલન કરવાની અને ધરણા કરવાની ચીમકી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉચ્ચારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More